Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

કાશ્મીરના હુમલામાં અવસાન પામેલ વ્યક્તિઓ અને દિવંગત અદાકાર મનોજ કુમાર જી માટે મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી

(Rizwan Ambaliya) 

શહેરના આશ્રમ રોડ એચ.કે કોલેજની સામે રાજપૂત કલાકારોના સંગઠ્ન દ્વારા જ્ય જય ગરવી ગુજરાત કાર્યક્રમમાં કાશ્મીરના હુમલામાં અવસાન પામેલ વ્યક્તિઓ અને દિવંગત અદાકાર મનોજ કુમાર જી માટે મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં કલાકાર આર્ટિસ્ટ સાહિત્યકાર લેખક રચનાકાર ગીત સંગીત સાથે જોડાયેલા કલાકારોને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યો હતો.  કવિ શ્રી કલાપી અને કવિ શ્રી નર્મદને ગુજરાત સ્થાપના દિન ઉજવણી અંતર્ગત સ્વરાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો, વ્યાપારીઓ, ટ્રસ્ટ સંસ્થાના હોદ્દેદારો, સંગીત પ્રેમીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થીત રહ્યા હતા. ‘Prasum foundation’ના ટ્રસ્ટી અંકિતા ગોહિલના હસ્તક મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું.