પ્રાઇમ વિડિયોની ઓરિજિનલ સિરીઝ ‘બંદિશ બૅન્ડિટ્સ’ સિઝન-2ના ટ્રેલરમાં વારસો, મહત્વાકાંક્ષા અને પ્રેમ માટેની લડત દર્શાવવામાં આવી છે
(Pooja Jha)
જેની આતુરતા સાથે રાહ જોવાઈ રહી છે તે પ્રાઇમ વિડિયોની ઓરિજિનલ સિરીઝ ‘બંદિશ બૅન્ડિટ્સ’ સિઝન-2 ના ટ્રેલરમાં વારસો, મહત્વાકાંક્ષા અને પ્રેમ માટેની લડત દર્શાવવામાં આવી છે
આ મનમોહક મ્યુઝિકલ ડ્રામામાં શીબા ચઢ્ઢા, અતુલ કુલકર્ણી, રાજેશ તૈલાંગ અને કુણાલ રોય કપૂર સાથે ઋત્વિક ભૌમિક અને શ્રેયા ચૌધરી રાધે અને તમન્ના તરીકે પરત આવી રહ્યા છે. સિઝન-2 માં દિવ્યા દત્તા, રોહન ગુરબક્સાની અને યશસ્વિની દાયમા દ્વારા નિભાવવામાં આવેલા આ તદ્દન નવા પાત્રો પણ મુખ્ય ભૂમિકામાં છે.
લીઓ મીડિયા કલેક્ટિવ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્મિત, બંદિશ બેન્ડિટ્સ સીઝન-2 અમૃતપાલ સિંહ બિન્દ્રા અને આનંદ તિવારી દ્વારા બનાવવામાં આવી છે. તેનું દિગ્દર્શન આનંદ તિવારીએ કર્યું છે, જેમણે આત્મિકા ડીડવાનિયા અને કરણ સિંહ ત્યાગી સાથે મળીને આ શ્રેણીની વાર્તા પણ લખી છે.
બંદિશ બેન્ડિટ્સ સિઝન-2 એ 13 ડિસેમ્બરે ભારતમાં અને વિશ્વભરના 240 થી વધુ દેશો અને પ્રદેશોમાં પ્રાઈમ વિડિયો પર વિશેષરૂપે પ્રીમિયર થવાની તૈયારીમાં છે.
મુંબઈ – 2 ડિસેમ્બર, 2024— ભારતના સૌથી પ્રિય મનોરંજન સ્થળ પૈકી એક, પ્રાઈમ વિડિયોએ આજે તેની આગામી ઓરિજિનલ મ્યુઝિકલ ડ્રામા શ્રેણી, ‘બંદિશ બેન્ડિટ્સ’ સીઝન-2 ના ટ્રેલરનું અનાવરણ કર્યું છે. પ્રથમ સિઝનની તેની સફરને આગળ વધારતા, તેની બીજી સિઝનમાં રાધે અને રાઠોડ પરિવાર પંડિતજીના નિધનને પગલે તેમના સંગીતના વારસાને જાળવી રાખવા માટે પ્રયાસો કરે છે. તમન્ના એક પ્રતિષ્ઠિત સંગીત શાળામાં પોતાની સફર શરૂ કરે છે. આ સિઝન ઈન્ડિયા બેન્ડ ચેમ્પિયનશિપ સાથે સમાપ્ત થાય છે, જ્યાં રાધે અને તમન્નાના બેન્ડ એકબીજા વિરુદ્ધ સ્પર્ધા કરે છે. તેમનો આ સંબંધ એ જુસ્સો અને સંઘર્ષ બંને દ્વારા દર્શાવવામાં આવે છે, અને તેઓ તેમની વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ અને તેમના કુટુંબના વારસાના સ્વરૂપને જાળવી રાખવા માટે કામ કરે છે. અમૃતપાલ સિંહ બિન્દ્રા (Amritpal Singh Bindra) અને આનંદ તિવારી(Anand Tiwari) દ્વારા નિર્મિત, જેમણે આ શ્રેણીનું દિગ્દર્શન પણ કર્યું છે, તે બંદિશ બેન્ડિટ્સ શ્રેણી લીઓ મીડિયા કલેક્ટિવ પ્રાઈવેટ લિમિટેડનું પ્રોડક્શન છે અને તિવારીએ આત્મિકા ડીડવાનિયા(Atmika Didwania) અને કરણ સિંહ ત્યાગી(Karan Singh Tyagi) સાથે મળીને તેની કથા લખી છે. તેની નવી સીઝનમાં ઋત્વિક ભૌમિક, શ્રેયા ચૌધરી, શીબા ચઢ્ઢા, અતુલ કુલકર્ણી, રાજેશ તૈલંગ(Ritwik Bhowmik, Shreya Chaudhry, Sheeba Chaddha, Atul Kulkarni, Rajesh Tailang), અને કુણાલ રોય કપૂર સહિત અનેક બહુમુખી કલાકારોની ફરીથી જોવા મળશે, અને તેમાં નવા કલાકારો દિવ્યા દત્તા, રોહન ગુરબક્સાની, યશસ્વિની દાયમા, આલિયા કુરેશી, (Kunaal Roy Kapur, along with new cast members, Divya Dutta, Rohan Gurbaxani, Yashaswini Dayama, Aaliyah Qureshi,) અને સૌરભ નય્યર(Saurabh Nayyar) પણ મુખ્ય ભૂમિકામાં છે. બંદિશ બૅન્ડિટ્સ સીઝન 2 નું પ્રીમિયર 13 ડિસેમ્બરે ભારતમાં અને વિશ્વભરના 240 થી વધુ દેશો અને પ્રદેશોમાં પ્રાઈમ વિડિયો પર વિશેષરૂપે રજૂ થવાનું છે.

સિઝન-2 આ નું ટ્રેલર રોમાંચક કથા સાથે શરૂ થાય છે, જેમાં હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત અને સમકાલીન પશ્ચિમી સંગીતની શ્રેણીના ટ્રેડમાર્ક મિશ્રણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. પંડિતજીના અવસાન પછીની ઘટનાઓથી શરૂ કરીને, આ ટ્રેલર રાધે અને તમન્નાને ફરીથી એકસાથે લાવે છે – પરંતુ આ વખતે તેઓ તેમની વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ સાથે આગળ વધે છે અને ત્યારે તેઓ એકબીજાની વિરુદ્ધ છે. આ સિરીઝના પ્રભાવશાળી સંવાદો, ભાવનાપૂર્ણ સંગીત અને શક્તિશાળી અદાકારીના પ્રદર્શન સાથે, આ ટ્રેલર મનોરંજક અને આકર્ષક કથા સાથે આગળ વધવાની ખાતરી આપે છે જેના માટે પ્રેક્ષકો ઈચ્છા રાખે છે.
નિર્માતા અને દિગ્દર્શક આનંદ તિવારીએ જણાવ્યું હતું કે, “બંદિશ બેન્ડિટ્સ એક એવી વાર્તા છે જે મારી સાથે ગૂંજી રહી છે અને તે હંમેશા મારા હૃદયની નજીક રહેશે. અમને પ્રથમ સિઝન માટે સાર્વત્રિક પ્રશંસા મળ્યા પછી, અમે એ જાણતા હતા કે અમારે આ સિરીઝની બીજી સિઝનનું નિર્માણ કરવું જ પડશે – અને તે એક એવો પ્રયાસ છે જેના માટે હું ગર્વથી કહી શકું છું કે, અમારી સમગ્ર કાસ્ટ અને ક્રૂ સભ્યો આ કથા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ સિઝનમાં અમે અમારી સીમાઓને આગળ ધપાવી છે અને એક નવી વાર્તા રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે જે મૂળભૂત, તેનાથી સંબંધિત અને અત્યંત આકર્ષક છે. અભિનેતાઓ અને ટેકનિશિયનોની સહયોગી ટીમનો આ શ્રેણીમાં શ્રેષ્ઠ કામ કરવા બદલ હું આભારી છું, અને હું ભારતમાં અને સમગ્ર વિશ્વમાં પ્રાઇમ વિડિયો પર 13 ડિસેમ્બરે આ બહુપ્રતિક્ષિત સિઝનના પ્રીમિયરની રાહ જોઈ રહ્યો છું.”
અભિનેતા ઋત્વિક ભૌમિકે કહ્યું કે, “મારા માટે, રાધેના પગરખાંમાં પગ મૂકવો એ લાંબા સમય પછી ઘરે પરત આવવા જેવું છે. તે એક એવું પાત્ર છે જેને હું ઘણા કારણોસર ભજવી રહ્યો છું તે માટે હું સૌનો આભારી છું, અને સૌથી અગત્યનું એ છે કે એક અભિનેતા અને વ્યક્તિ તરીકે મને ઘણું શીખવા મળ્યું છે. બીજી સીઝન સાથે આપણે જોઈએ છીએ કે રાધે ખરેખર તેના પોતાનામાં વિકાસ પામે છે અને તમન્ના સાથેના તેના સંબંધોને નેવિગેટ કરતી વખતે વધુને વધુ ઝડપી અને આધુનિક વિશ્વમાં તેના પરિવારની પરંપરાઓ અને વારસાને જીવંત રાખવાની જવાબદારી સ્વીકારે છે. આ સફર ખૂબ જ લાભદાયી રહી છે અને આવા પ્રતિભાશાળી કલાકારો અને ક્રૂ સભ્યો સાથે કામ કરવાની મને ફરી એક વાર તક મળી છે તે બદલ હું સન્માનિત અનુભવું છું અને હું એટલા માટે રોમાંચિત છું કે અમે આખરે પ્રાઈમ વિડિયો પર વૈશ્વિક સ્તરે અમારા પ્રેક્ષકો જેઓ બંદિશ બૅન્ડિટ્સ ની આગામી સિરીઝ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેની બીજી સિઝનને રજૂ કરવા તૈયાર છીએ અને આશા રાખીએ છીએ કે આ સંબંધો આગળ વધતાં રહેશે.”
અભિનેત્રી શ્રેયા ચૌધરીએ કહ્યું કે, “બંદિશ બેન્ડિટ્સ ની આગામી સીઝન માટે તમન્નાની દુનિયામાં પાછા ફરવું એ એક જૂના મિત્ર સાથે ફરીથી મળવા જેવું લાગે છે. તેણી હવે મોટી થઈ ગઈ છે, અને પરિપક્વ થઈ ગઈ છે અને મેં ધાર્યું ન હતું તેવી છે. તમન્ના તેના જીવનમાં ઘણું બધું અનુભવ કરે છે, અને તે અભિવ્યક્ત કરતા રોમાંચકતા અનુભવે છે. તેણીની લાગણીઓ જેમ કે – પીડા, પ્રેમ, ગુસ્સો, નારાજગી – અને તે જે પરિસ્થિતિઓનો સામનો કરે છે તેના દ્વારા આ લાગણીઓ અને ભાવનાઓની રજૂઆત કરે છે. આ એક એવું પાત્ર છે જે માત્ર ભજવવા વિશે જ નથી પરંતુ તે કંઈક વિશેષ છે અને તે પ્રેમ અને વારસાના દબાણને સમજી રહી છે – અને તે એવા પ્રવાસને પ્રતિબિંબિત કરે છે જેમાંથી ઘણા લોકો પસાર થાય છે. આ શ્રેણી કાસ્ટ અદ્ભુત છે અને હું આશા રાખું છું કે આ સિઝન લોકોને તેમના જુસ્સા સાથે સુંદરતામાં વિશ્વાસ કરવા પ્રેરિત કરશે, કારણ કે આ પાત્રએ મને મારી પોતાના જુસ્સાની યાદ અપાવી છે.”
https://x.com/PrimeVideoIN/status/1863470796674408727?t=Io2buSK6WlXSlrdKV34qAg&s=19