Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

“હઝરત કાલુ શહીદ બાબા” (રેહ્મતુલ્લાહ અલૈહ)નો સંદલ-ઉર્સ ધામધુમથી ઉજવવામાં આવ્યો 

(રીયાઝ અરબ દ્વારા)

“હઝરત કાલુ શહીદ બાબા” (રેહ્મતુલ્લાહ અલૈહ)નો સંદલ-ઉર્સના કાર્યક્રમનો આયોજન નિઝામ બાપુ દ્વારા કરવામાં  આવ્યો હતો.

અમદાવાદ,તા.૧૭ 

શહેરના શાહપુર કુરેશ હોલ પાસે આવેલ “હઝરત કાલુ શહીદ બાબા” (રેહ્મતુલ્લાહ અલૈહ)નો સંદલ-ઉર્સ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો. જેમાં અકીદતમંદોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

“હઝરત કાલુ શહીદ બાબા” (રેહ્મતુલ્લાહ અલૈહ)ના સંદલ-ઉર્સ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ દરગાહ પર આવનાર અકીદતમંદો માટે  કુરેશ હોલ ખાતે નિયાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો આયોજન નિઝામ બાપુ દ્વારા રાખવામાં આવ્યો હતો.

આ  સંદલ-ઉર્સના પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સલીમ બાવા રીફાઇ અને કરાર અલીશાહ કાદરીએ ખાસ હાજરી આપી હતી.