Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ અમદાવાદ

ઐતિહાસિક રથયાત્રા દ્વારા ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો પ્રચાર કરવામાં આવશે

(Rizwan Ambaliya)

ભગવાન મહાવીર ૭૦૦ કિલોના ચાંદીના રથ પર બિરાજમાન થઈ શહેર નગરભ્રમણ કરીને કુંડલપુર નગરી, વલ્લભસદન પોહચશે.

જૈન ધર્મનો પ્રભાવ સમજાવવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવાના હેતુથી શ્રી ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવ સમિતિ અને શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન તારીખ :- ૧૦/૦૪/૨૦૨૫ના રોજ કુંડલપુર નગરી, વલ્લભસદન, રીવરફ્રન્ટ અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે.

આ રથયાત્રા પુર્વ અને પશ્વિમ વિસ્તારથી નીકળીને પાલડી ચાર રસ્તા ભેગી થશે અને ત્યાંથી કુંડલપુર નગરી, વલ્લભસદન રીવરફ્રન્ટ આશરે સવારે ૧૦:૦૦ કલાકે પોહચશે અને ત્યાં ધર્મસભા યોજાશે આ સાથે ૧૦૦૦૦થી વધુ જૈન ભક્તો એક સાથે માંડીને ભગવાન મહાવીરનું જન્મકલ્યાણક મહામોહત્સવ મનાવવામાં આવશે.

રથયાત્રાનો સમય નીચે મુજબ રહેશે.

શ્રી ભગવાન મહાવીર સ્વામીની રથયાત્રા પૂર્વ વિસ્તારના અમદાવાદનો રુટ :- સવારે ૭:૦૦ કલાકે શ્રી પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર – ખોડીયારનગર-સોન ની ચાલી—રબારી કોલોની- સી.ટી.એમ – જશોદાનગર ચાર રસ્તા – ગોરના કુવા- હાટકેશ્વર ચાર રસ્તા – ખોખરા – એલ.જી. બીજ -રામબાગ ચાર રસ્તા – ફૂટબોલ ગ્રાઉન્ડ- ભુલાભાઈ પાર્ક – જમાલપુર ચાર રસ્તા – એન.આઈ.ડી સર્કલ – પાલડી ચાર રસ્તા – ટાઉનહોલ – વલ્લભસદનથી  રીવરફ્રન્ટ પોહચશે.
શ્રી ભગવાન મહાવીર સ્વામીની રથયાત્રા પશ્વિમ વિસ્તારના અમદાવાદનો સ્ટ સવારે ૮:૩૦ કલાકે શ્રી મહાવીર સ્વામી દિગંબર જૈન મંદિર, મહાવીર ફાઉન્ડેશન, શ્રીજી રોડ- ગીરીશ કોલ્ડ્રીંક – જેડબ્લ્યુ ચાર રસ્તા – પંચવટી – પાલડી ચાર રસ્તા- ટાઉનહોલ – ગુજરાત ચેમ્બર્સ ચાર રસ્તાથી વલ્લભસદન રીવરફ્રન્ટ પોહચશે.

પ્રોગ્રામની મુખ્ય વિશેષતાઓ

🔘 અમદાવાદના ૫૬ મંદિરોના દિગંબર જૈન ભક્તો આ વિશાળ રથયાત્રામાં જોડાશે. જેની કુલ સંખ્યા ૧૦૦૦૦થી વધુ હશે.
🔘 ભગવાન મહાવીર ૭૦૦ કિલોના ચાંદીના રથ પર બિરાજમાન થઈ શહેર નગરભ્રમણ કરીને કુંડલપુર નગરી, વલ્લભસદન પોહચશે.
🔘 આ રથયાત્રામાં ૫૦ ઓપન જીપ, ૫ ડીજે, ૨૪ ભગવાનની ઝાંખીઓ, ૧૦૮ વિશેષ સજાવેલી કાર, ૫૦૦ ફોરવ્હીલર, ૨૦૦૦થી વધુ ટુ વ્હીલર, ૩૦૦૦થી વધુ ધર્મધજા સાથે ધર્મકીર્તન કરતા ૧૦૦૦૦થી વધુ પ્રભુ ભક્ત નગરભમણ કરીને કુંડલપુરનગરી વલ્લભ સદન પોહચશે.
🔘 એક સાથે ૧૦૦૦૦થી વધુ પ્રભુભક્ત સ્વામી વાત્સલ્ય (પ્રસાદી) લેશે.
🔘 સંધ્યાકાળે મહાઆરતી અને વિરાટ હાસ્ય કવિ સંમેલન.
🔘 આ મહા મહોત્સવમાં મુનીશ્રી અને માતાશ્રીના સાનિધ્વમાં રહેશે અને વિશેષ આશીર્વાદ આપવામાં આવશે.
🔘આ સાથે આખી દિગંબર જૈન સમાજ એકસાથે માંડીને એકમંચ પર ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહા મહોત્સવ રૂપે મનાવવામાં આવશે.
🔘 ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહા મહોત્સવ આખો દિવસ સવારથી લઈને સાંજ સુધી કુંડલપુરનગરી, વલ્લભસદન રીવરફ્રન્ટ ખાતે મનાવવામાં આવશે જે દરેક જૈન ભક્તોએ નોંધ લેવી.

આ પ્રસંગે અમદાવાદના બધા મીડિયા મિત્રોને પણ આ ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહા મહોત્સવમાં આવવા હાર્દિક આમંત્રણ છે.