Safeer News

Breaking News from Ahmedabad

Entertainment મનોરંજન

ગુજરાતી ફિલ્મ ‘છુટાછેડા’ના પ્રીમિયર શોનું આયોજન મુકતા થિયેટરમાં કરવામાં આવ્યું

(Rizwan Ambaliya)

Film Review Jayesh Vora

અમદાવાદના બોપલમાં મુકતા થિયેટર ખાતે એક સુંદર મજાની ફિલ્મ ‘છુટાછેડા’નો પ્રીમિયર શોનું આયોજન  કરવામાં આવ્યું હતું, ઘણા બધા આમંત્રિત કલાકારો અને મહેમાનોથી હાઉસફુલ શો રહ્યો હતો. શો પત્યા પછી.. થિયેટરમાં જવાની બદલે બાર ખુલી સ્પેસમાં તમામ આમંત્રિત મહેમાનો સાથે ફોટોશૂટ કરીને તેમના વિચારો જાણવા અને ફિલ્મ વિશે પબ્લિકના વિચારો પણ જાણવામાં આવ્યા હતા. જીતેન્દ્ર ઠક્કર, અભિલાષભાઈ, દરેક આમંત્રિત મહેમાનોએ પોતાની ભાષામાં ફિલ્મ કેવી લાગી તેના વિશે જણાવ્યું હતું.


અમી પટેલ પ્રેઝન્ટ
🔘પ્રોડ્યુસર, મનીષ પટેલ અને મયંક આંબલીયા
🔘કો પ્રોડ્યુસર દીપસિંહ પરમાર અને ભીમજી શિયાળ
🔘સ્ટોરી અને ડિરેક્ટર અખિલ કોટક
🔘ડીઓપી પુષ્પરાજ ગુંજન
🔘કલાકારો હિતુ કનોડિયા, મોના થીબા કનોડીયા, ભાવિકા ખત્રી, અરવિંદ વેગડા, જીતેન્દ્ર ઠક્કર, નિરાલી જોષી વગેરેએ ફિલ્મમાં અભિનય આપ્યું છે.

ખાસ વાત અહીંયા એ છે કે, હિતુભાઈ અને મોનાબેન આ બંનેની સાથે હીરો હીરોઇન તરીકે દસ વર્ષ પછી સાથે રૂપેરી પરદે જોવા મળશે, પબ્લિકમાં એક એનો અનેરો આનંદ પણ જોવા મળતો હતો.

વાત કરીએ ફિલ્મ વિષે ;  જીવનનો એક નાજુક વિષય ‘છુટાછેડા’ એક સુંદર મેસેજ સાથે ફિલ્મ કમ્પ્લીટ થાય છે, એક ગંભીર પ્રશ્ન જીવનમાં દરેક સાથે થતો હોય છે કે, જે પ્રેમિકા સાથે પ્રેમ હોય કે, પછી એરેન્જ મેરેજ હોય અને પછી તેની સાથે ગૃહસ્થ જીવન શરૂ થાય… એની સાથે જ જવાબદારીઓ શરૂ થાય… એમાં ક્યાંય નહીં ને ક્યાંય એ જુનો પ્રેમ દોહળાઈ જાય… જીવન અરમાનો વચ્ચે જોલા ખાતું હોય… અને ત્યારબાદ કોઈ નવી વ્યક્તિનો પ્રવેશ થાય… ‘પતિ પત્ની ઔર વો’ની વાર્તા શરૂ થાય… નવીનતા એ વાતની છે.

આ ફિલ્મમાં ‘છુટાછેડા’ થઈ જાય છે પણ એક શરત છે 30 દિવસની ત્યારબાદ છૂટાછેડામાં સહી કરી આપે છે, હવે શું એ શરત છે, અને એ શરત પૂરી કરવા પછી છુટાછેડા પણ થઈ જાય છે, પણ શું એને એની મંઝિલ મળે છે, શું આ બધું વ્યાજબી હતું, આવા ઘણા બધા સવાલો તમારા મગજમાં હશે, તેના માટે ફુલ ફેમિલી અચૂક આ ફિલ્મ જોવા જજો. મજા આવશે,,

ફરી એકવાર ફિલ્મો સાથે જોડાયેલ તમામ વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર….🌹
🔘આ પ્રીમિયરની જવાબદારી નિલેશભાઈ ગજ્જર, ટાફ ગ્રુપ તન્મય શેઠ, અન્ય મિત્રોને આ સુંદર જવાબદારી પણ નિભાવી હતી તેના બદલ ધન્યવાદ,,🌹