(રીઝવાન આંબલીયા)
“સાસણ” ફિલ્મમાં મુખ્ય નાયક ચેતન ધાનાણીએ જે એન્ટ્રી પાડી છે તે જોતા બોલીવુડના દિગ્ગજ અભિનેતા અજય દેવગણ યાદ આવી જાય છે
એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ “સાસણ”નો પ્રીમિયર આઈનોક્સ થિયેટર હિમાલયા મોલ ખાતે યોજાયો હતો સાથે સાથે રાજકોટ અને જૂનાગઢ ખાતે પણ આ ફિલ્મના પ્રીમિયર શો યોજાયા હતા.
તો આવો જાણીએ ફિલ્મ વિશે થોડું….
ફિલ્મ જબરજસ્ત બનાવી છે જે લોકોએ “સાસણ” નથી જોયું એ લોકો અચૂક ફિલ્મ જોઈ લે… અને જેણે “સાસણ” નથી જોઈ તેઓ આ રિલ અચૂક જોઈ લો…
ફિલ્મમા સ્ટોરી માલધારી સમાજ અને ઘટતી જતી સિંહોની સંખ્યા આ બંને વચ્ચે કોનું રાજકારણ ચાલી રહ્યું છે.
તેને રસપ્રદ સ્ટોરીમાં આલેન ખાન કરી રજૂ કરવામાં આવી છે. “સાસણ”ની બ્યુટી અદ્ભૂત બતાવવામાં આવી છે. દરેક ટોચના કલાકારો સાથે આપ્યું એક ઊંચા દરજ્જાની ટેકનીકલ અને સુપર વર્ક નાઈટ વિઝન કેમેરા અને ડ્રોન અદભુત… મુખ્ય નાયક ચેતન ધાનાણી સરસ મજાની જોરદાર એન્ટ્રી બોલીવુડના અજય દેવગણ યાદ આવી જાય તેવી.. હંમેશ મુજબ પરફેક્ટ અને યાદગાર પર્ફોર્મન્સ. મુખ્ય નાયકા અંજલી બારોટ કાઠીયાવાડી દુહા સાથે ચેતન ધાનાણીના કેમેરામાં બહુ જ સરસ એન્ટ્રી આપી છે.. સાથે દરેક પરફોર્મન્સમાં આફરીન આફરીન વર્ક કર્યું છે.
ચિરાગ જાની વિલનનો બહુ સરસ રોલ કર્યો છે. સાઉથના અને ફિલ્મોનો નીચોડ પણ છે અનુભવ પણ છે પરફેક્ટ મજા આવે તેવું કામ છે. ત્યારબાદ અન્ય કલકારોમાં મયુર ચૌહાણ (માઇકલ), દિનેશ પરમાર, રતન રંગવાની, મૌલિક નાયક, રાગીની, મેહુલ બૂચ વગેરે આ દરેક કલાકારોએ પણ પોતાનું બેસ્ટમાં બેસ્ટ આપ્યું છે.
સ્પેશિયલ રાગિની જી શાહ માટે બે શબ્દ લખવા જ પડેઆટલી લાંબી જર્નીમાં આજે પણ એટલું જ યુવાનોને શરમાવે તેવું કામ કર્યું છે.
સ્પેશિયલ મેહુલ બુચ માટે ફ્લેશબેકમાં નાનો રોલ છે. પણ છાપ છોડી જાય છે. આટલો સરસ રોલ હજુ ગયા વિકે આવેલી ફિલ્મ રણભૂમિમાં પણ બધાએ માણી લીધો ખૂબ જ દમદાર અભિનેતા છે અને એમનામાં જ સાવજ જોઈ લો..!
લેખક કિરીટ પટેલ અદભુત રાઇટીંગની થોડી લાઈનો યાદ રહી જાય તેવી છે.
* જેની આંખમાં ન હોય ડર કે દગો. સાવજ થઈ જાય તેનો સગો.
* સવાલ તારી શ્રદ્ધાનો નથી, મારી શ્રદ્ધાનો છે.
* આ વિલાયતી લોકો જંગલના ઝાડ પાનમાં પણ કંઈક અલગ દર્શન કરે છે.
આ ફિલ્મનો મુખ્ય પાસુ એટલે કે, સંગીત..મેહુલ સુરતી એમના વિશે કંઈ લખવાનું હોય.. હેલ્લારો, કસુંબો, કમઠાણ, ૨૧ મૂ ટિફિન વગેરે એટલું જ જબરદસ્ત વર્ક અહીંયા પણ આપ્યું છે.. માણવાની વસ્તુ છે.. એમના માટે શું લખી શકાય.
તો જલ્દીથી સહ પરિવાર “સાસણ”ના જઈ શકો તો થિયેટરમાં જલ્દીથી “સાસણ” માણતા આવો બાળકોને લઈ જવાનું ભૂલતા નહીં…ફરી એકવાર ફિલ્મ સાથે સંકળાયેલ તમામ વ્યક્તિને ખૂબ ખૂબ અભિનંદન..