(Rizwan Ambaliya)
આ ફિલ્મની વાર્તા પિતા અને પુત્રીના એવા સંબંધોની વાત છે કે, ભૂલ ગમે તેની હોય પણ દીકરી હંમેશા આવકાર્ય જ હોય
સુંદર મજાની ફિલ્મ પર્વતનું પ્રીમિયર યોજાયું હતું. ફિલ્મના કલાકારોના કલાકારોની વાત કરીએ તો મુખ્ય ભૂમિકામાં હીતુભાઈ કનોડીયા સાથે સપના વ્યાસ જેવા ફિલમના પ્રોડ્યુસર પણ છે.
પિતા અને પુત્રીના સંબંધોને લઈને એક સુંદર મજાની વાર્તા અહીંયા રજૂ કરવામાં આવી છે સપના વ્યાસની પહેલી ફિલ્મ હોવા છતાં એક અનુભવી કલાકાર તરીકે પોતાનું શ્રેષ્ઠ વર્ક આપ્યું છે. આમ તો સપના વ્યાસ જાણીતું નામ છે, ફિટનેસ, અને જીમનેસિયમ થકી લોકો એમને ઓળખે છે. આ ફિલ્ડમાં એમને વર્ષોથી સુંદર કામ કરેલું છે.
એક ખાસ નાનો રોલ છે મોના થીબા કનોડીયા… હંમેશાની જેમ પોતાનો બેસ્ટ આપેલ છે. ઘણા બધા સાથી કલાકારોએ ફિલ્મમાં સુંદર મજાનો સપોર્ટ આપેલ છે જેઓ થીએટર સાથે જોડાયેલા છે ઘણા બધા નામો હોવાથી અહીંયા એ લખી શક્યા નથી તો દરગુજર કરશો…
આ ફિલ્મની વાર્તા પિતા અને પુત્રીના એવા સંબંધોની વાત છે કે, ભૂલ ગમે તેની હોય પણ દીકરી હંમેશા આવકાર્ય જ હોય, નવા જમાનાની જેમ પ્રોબ્લેમ છે તેને લઈને એક સુંદર રજૂઆત કરવામાં આવી છે. ફુલ ફેમિલી સાથે ફિલ્મ જોવા માટે ખાસ જજો. આપણી ગુજરાતી ભાષા અને ગુજરાતી ફિલ્મને આપણે ગુજરાતી તરીકે આવકાર આપવો જોઈએ. નવા નવા કલાકારોને પણ મોકો આપી તેમના શ્રેષ્ઠ કામને માણીએ.
ફરી એકવાર ફિલ્મ સાથે જોડાયેલ તમામ ટેકનિકલ ટીમને ખુબ ખુબ અભિનંદન તિહાઈ ગ્રુપ દ્વારા શ્રી અભિલાષભાઈ ઘોડાએ તમામ સંચાલન સંભાળેલૂ જે પ્રશંશાને પાત્ર છે અને તેઓ આ કામમાં હંમેશા પોતાનું શ્રેષ્ઠ આપી રહ્યા છે. ખુબ ખુબ આભાર આટલી સુંદર મજાની ફિલ્મના પ્રીમિયરમાં અમને આમંત્રણ બદલ..
Film Review Jayesh Vora