Safeer News

Breaking News from Ahmedabad

Entertainment મનોરંજન

અમદાવાદ : રાજહંસ સિનેમા વસ્ત્રાલ ખાતે ફિલ્મ ‘નેહડો’નું પ્રીમિયર યોજાયું

(Rizwan Ambaliya)

હાલ રિલીઝ થયેલ ફિલ્મ ‘નેહડો’નું આજે અમદાવાદમાં રાજહંસ સિનેમા વસ્ત્રાલ ખાતે જોરદાર પ્રીમિયર યોજાયું.

Film Review Jayesh Vora
આ ફિલ્મમાં સુપર સ્ટાર જીગ્નેશ બારોટ મુખ્ય કલાકાર તરીકે છે અને મુખ્ય અભિનેત્રી તરીકે પિનલ અબેરોય છે સાથી કલાકારોમાં કલ્પના ગાગડે કર, આકાશ ઝાલા, વિશાલ વૈશ્ય, ભરત ઠક્કર, ગુરુ પટેલ, જૈમિની ત્રિવેદી આ બધા કલાકારોએ પોતાનો ઉત્કૃષ્ટ વર્ક આપેલ છે.

થોડી વાત કરીએ ફિલ્મ વિશે
ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો એક ગામડામાં મુખીના દીકરાના લગ્ન એક યુવતી સાથે નાનપણથી જ નક્કી થયેલ હોય છે. ઉંમર થતાં વેલડું લેવા વરના પિતા નવવધૂને લેવા ગાડું લઈને જાય છે. પાછા વળતાં લુંટારા હુમલો કરે છે, અને જેમાં નવવધૂના સસરા ઘાયલ થાય છે. જેને બચાવવા ફિલ્મના હીરોની એન્ટ્રી થાય છે.

લૂંટારાઓને ફાઈટિંગ બાદ હીરો તે નવવધૂ અને તેના સસરાને પોતાના ઘરે રાતવાસો કરવા કહે છે. કારણ તેમણે ગાડું હંકારી બહુ દૂર જવાનું હોય છે, અને રાત્રે જંગલી પશુઓના ત્રાસને કારણે હીરો બંનેને પોતાના ઘરે રોકે છે. હીરોની માં બન્ને મહેમાનોની ગામડાની મોજ કરાવે તેવી પરોણાગત કરે છે. જંગલી જાનવરોની બીક હોવાથી રાતવાસો કરવાનું જણાવે છે, આ દરમિયાન હીરો અને નવોઢાની આંખો એક થાય છે અને બંને એકબીજા સાથે રહેવાના સપના સેવે છે. ફ્લેશબેકમાં લગનથી છોકરા સુધીનો સંસાર બંને વ્યક્તિ જોઈ લે છે, સવાર થતાં હીરો ગાયો ચરાવવા જંગલ તરફ જાય છે. ઘરે પરત આવતા બંને મહેમાનો ચાલ્યા ગયા જણાય છે. દ્વારકાધીશના સોગંદ આપ્યા છતાં એમાં રોકાયા નહીં, એને દીકરાના ગળાના સમ આપ્યા છતાં મહેમાન રોકાયા નહિ, જેનું દુઃખ હીરોને થાય છે કે, પોતાને મળ્યા પહેલા જ બંને ચાલ્યા ગયા. પરિણામે હીરો શું કરશે? પોતાના પ્રેમને મળવા શું કરે છે? તેના માટે સૌએ એકવાર ફિલ્મ જોવા જેવી ખરી.

એકદમ સ્વચ્છ ફિલ્મ છે તમારા ઘરના તમામ વડીલો સાથે જોવા જેવી. જીગ્નેશ કવિરાજના ચાર હિટ સોન્ગ છે, પૈસા વસૂલ, સુમધુર કંઠ સાથે ગીતો પણ લખાયાછે. વધુમાં નવવધૂ શ્યામલીના પાત્રમાં પ્રસિદ્ધ અભિનેત્રી પિનલ ઓબેરોય છે. આંખોથી અભિનય કરતી આ અભિનેત્રી મારી ફેવરિટ છે. હીરોના મિત્રો જાણીતા હાસ્ય કલાકાર અને અભિનયના બાદશાહ જીતુ પંડયાનો અભિનય જોવો દરેક ફિલ્મમાં ગમે છે. ખાસ એટલા માટે કે, તેમની એક્ટિંગ તમે ગમે એટલી વાર જુઓ તો પણ કંટાળો ના જ આવે. બીજા મિત્ર ગુરુ પટેલ મૂછોમાં જોરદાર લાગે છે. હીરોની માતાના રોલમાં જાણીતી અભિનેત્રી કલ્પના ગાગડેકર છે. જેમના પાસે એક મસ્ત માં દીકરાનું ગીત મજા પડે એવું છે. હીરોઈનના પિતાના રોલમાં ભરત ઠક્કર અને ગુજરાતી ફિલ્મોની ઓલ ફેવરિટ માં જૈમિની ત્રિવેદીનો અભિનય લાજવાબ જ હોય. અભિનેત્રીના જેની સાથે લગ્ન નક્કી થયા હોય છે તે અભિનેતા આકાશ ઝાલાને મિત્રોએ ઘણી ફિલ્મોમાં જોયા હશે. આ ફિલ્મમાં તેઓ નેગેટિવ કિરદારમાં જોવા મળ્યા. તેમના પિતા બનતા અભિનેતા વિશાલ વૈશ્ય વિશે શું વાત કરું. તેમની ઊંચાઈ કરતા વધુ ઊંચી તેમની અભિનયક્ષમતા છે. આ ફિલ્મમાં તેઓ મુખી છે અને પાછા પોઝિટિવ રોલમાં.

ફિલ્મના નિર્માતાઓ બેલદાર બ્રધર્સ, હિતેશ બેલદાર અને લાલજી બેલદાર છે. દિગ્દર્શન હિતેશ બેલદારનું જ છે. મનોજ રાચ્છ, વિમલ રાચ્છ, સંગીતમાં પાંચ જેટલા સુમધુર ગીતોને જીજ્ઞેશ કવિરાજ, કવિતા દાસ અને અન્ય એક ગાયિકાએ પોતાનો કંઠ આપ્યો છે.

ફિલ્મ જોઈને મને લાગ્યું કે, આ કોઈ સત્યઘટના પર આધારિત ફિલ્મ હશે. ફિલ્મની ટીમના એક સભ્યએ આ વાત સ્વીકારી પણ ખરી. પરંતુ કોની સ્ટોરી છે તે જણાવ્યું નહિ. પણ ફિલ્મ સરસ બની છે એમાં ના નહિ.
ફરીથી એકવાર ફિલ્મ સાથે સંકળાયેલ તમામ લોકોને અભિનંદન…