(અબરાર એહમદ અલવી)
આપના નામથી અમદાવાદમાં એક મોહલ્લો પ્રખ્યાત છે જેનું નામ દરિયાપુર છે, જે આપે પોતે જ આબાદ કર્યો હતો
આપનું મુબારક નામ દરિયાખાન છે. આપ હઝરત સુલતાન મેહમૂદ બેગડાના ઉમરાઓમાંથી એક છે. રાજ્કીય તારીખોમાં આપના હાલાત મૌજુદ છે. બહેતરીન અને અફઝલતરીન ઈબાદત ગુઝાર બુઝુર્ગ છે. ઈરાદતનો સિલસિલો જાણી શકાયો નથી.
આપના નામથી અમદાવાદમાં એક મોહલ્લો પ્રખ્યાત છે જેનું નામ દરિયાપુર છે. જે “હઝરત દરિયાખાન” (રેહ્મતુલ્લા અલૈહ)એ પોતે જ આબાદ કર્યો હતો અને આજે પણ આબાદ છે. આપ એવા બુજુર્ગ છે કે, જેમણે પોતે જ પોતાના મઝાર માટે ચુના ઈંટોનો ગુંબદ તૈયાર કરાવ્યો હતો. જે અત્યાર સુધી દરિયાખાનનો ગુંબદ અમદાવાદ શહેરમાં મશહૂર છે. આજ સુધી સમગ્ર ગુજરાતમાં આવો ગુંબદ તૈયાર થયો નથી.
“હઝરત દરિયાખાન” (રેહ્મતુલ્લા અલૈહ)નો વિસાલ અને મઝારે પાક- આપે ક્યારે વિસાલ ફરમાવ્યો એ જાણી શકાયું નથી. આપનો મઝાર દરિયાખાનના ઘુમ્મટમાં છે. જે આપે જ બનાવ્યો હતો. આપનો મઝાર શાહીબાગ વિસ્તારમાં આવેલો છે. જ્યાં અકીદતમંદ લોકો આવીને પોતાની મનોકામનાઓ પૂરી કરે છે.