Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ ગુજરાત

ગુજરાત રાજ્યની ઇન્ડો ઈસ્લામિક સ્થાપત્ય શૈલી આગવી છે, આયાતી નથી

સીદી સૈયદની બારીક કોતર કામવાળી જાળી જેના માટે એમ પણ કહેવાય છે કે, તે એક જ પત્થરમાંથી કોતરી કાઢવામાં આવી છે. તો આ જાળી અને અન્ય સ્થાપત્યોને ગુજરાતના વૈવિધ્યપૂર્ણ સ્થાપત્યના વારસાથી અલગ કરવા યોગ્ય નથી.

આપણે આપણા વૈવિધ્યપૂર્ણ સ્થાપત્યના વારસાને કોઈ ચોક્કસ સમયગાળામાં કેદ ન કરી શકીએ. વૈવિધ્યપૂર્ણ વારસો સમયના પ્રવાહ સાથે સ્થાનિક શાસકો અને લોકોના યોગદાનથી કાળક્રમે સમૃદ્ધ થતો જાય છે.

૧૪મી સદીની શરૂઆતમાં સન ૧૩૦૭માં ઝફરખાને ઔપચારિક રીતે ગુજરાત સલ્તનતની સ્થાપના કરી અને તે પછી સુલતાન અહમદશાહે સન ૧૪૧૧માં અમદાવાદ શહેર વસાવ્યું અને તેમણે અને તેમના અનુગામીઓએ શહેર ફરતે કિલ્લો, શહેરની અંદર અને બહાર તળાવો, વાવો, મસ્જિદો, દરગાહઓ, મહાલયો વગેરેના બાંધકામમાં વિશિષ્ટ ઇન્ડો ઈસ્લામિક સ્થાપત્ય શૈલી વિકસિત કરી અને તે શૈલી ગુજરાતની સ્થાપત્ય શૈલીમાં વિશિષ્ટ યોગદાન આપ્યું.

ખરું કહીએ તો જે લોકોએ આ સુંદર વાવો, તળાવો અને મસ્જિદો ઝીણવટ પૂર્વક જોયા છે, તેમણે માત્ર ભારતમાં જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં તે ઢબની સુંદર અન્ય ઇમારતો જોવા મળશે નહીં.

વાચકોને તે જાણીને આનંદ અને આશ્ચર્ય થશે કે, ભારતની સહુથી જૂની મસ્જિદો પૈકી જો કોઈ મસ્જિદ તેના મૂળ સ્વરૂપે જળવાઈ રહી હોય તો તે અમદાવાદમાં લાલ દરવાજા પાસે આવેલી અહમદશાહની મસ્જિદ છે. તે અને અન્ય મસ્જિદો સિવાય અડાલજ અને દાઈ હરીરની વાવ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની બારીક કોતરકામવાળી જાળી (જેના માટે એમ પણ કહેવાય છે કે, તે એક જ પત્થરમાંથી કોતરી કાઢવામાં આવી છે). તો આ જાળી અને અન્ય સ્થાપત્યોને ગુજરાતના વૈવિધ્યપૂર્ણ સ્થાપત્યના વારસાથી અલગ કરવા યોગ્ય નથી.
આપનો દિન શુભ રહે.

– અશોકકુમાર હંસદેવજી સાગઠિયા (લેખક –અમદાવાદ બતાવું ચાલો)
– સંપર્ક ૯૪૨૬૨૪૯૬૦