(Rizwan Ambaliya)
ગુજરાતી એક્શન ફિલ્મ ‘ટારગેટ’માં કલાકાર તરીકે હિન્દી ફિલ્મના જાણીતા ખૂંખાર વિલન શિવા (‘હમ’ પિક્ચરના વિલન ‘કેપ્ટન અટેક’) ફાઈટ કરતા જોવા મળશે
ભાર્ગવ જીવરામ જોશી, રાજન ભટ્ટ અને તેમની ટીમ દ્વારા પ્રસ્તુત ‘ટારગેટ’ ગુજરાતી એક્શન ફિલ્મનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાતી એક્શન ફિલ્મ ‘ટારગેટ’માં કલાકાર તરીકે હિન્દી ફિલ્મના જાણીતા ખૂંખાર વિલન શિવા રિંદાની, પ્રિતેશકુમાર, મીતા પટેલ, અરવિંદ વેગડા, જીત માલવિયા, જીગ્નેશ મોદી, યામીની જોષી, ડો. દર્શન તલરેજા, બિમલ ઠાકર, સવજી મેવાડા, મિલન વાઘેલા, પરી વાઘેલા, જીયા ત્રિપાઠી, બાબુભાઈ પટેલ, રાકેશ કુમાર અને ભાર્ગવ જીવરામ જોષી તથા ખાસ ભૂમિકામાં ડો. યજ્ઞેશ દવે, જય માડી પંકજભાઈ બી પંચાલ અભિનય કરશે.
ફિલ્મમાં સ્ટોરી સ્ક્રીન પ્લે ડાયલોગ દિગ્દર્શક તરીકે ભાર્ગવ જીવરામ જોશી, સંગીત મુકેશ રૂપાલા કમલેશભાઈ ભાર્ગવ જીવરામ જોશી, એક્શન મો.પરવેજ અમદાવાદી, નૃત્ય અશ્વિન માસ્ટરજી, કેમેરામેન અજય રાણા, એડીટીંગ રાજન ભટ્ટ, ડબિંગ બેકગ્રાઉન્ડ મ્યુઝિક રસના રેકોર્ડિંગ સ્ટુડિયો ચેતન પટેલ, સિંગર અરવિંદ વેગડા દેવાંશી શાહ ચેતશી જોષી, મીડિયા જય માડી પંકજભાઈ બી પંચાલ મિલન વાઘેલા, પ્રોડક્શન હાર્દિક બગારા જવાબદારી નિભાવશે તથા રિલીઝ બાય રૂપમ એન્ટરપ્રાઇઝ વંદન શાહ જવાબદારી નિભાવશે.