(અબરાર એહમદ અલવી)
સાઉદી અરેબિયામાં ગરમી પહેલાથી જ જીવલેણ છે. પરંતુ આ વખતે ગરમીએ તમામ રેકોર્ડ તોડીને તાપમાન 50 ડિગ્રીને પાર કરી ગયું છે.
મક્કા,તા.૧૯
સાઉદી અરેબિયાની હાલત અસહ્ય ગરમીને કારણે વધુ ખરાબ છે, આરબ રાજદ્વારીઓના જણાવ્યા અનુસાર ગરમી સંબંધિત સમસ્યાઓના કારણે આ વર્ષે હજ દરમિયાન 550થી વધુ યાત્રાળુઓએ જીવ ગુમાવ્યો છે. સોમવારે મક્કામાં ગ્રાન્ડ મસ્જિદમાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ (125 ફેરનહીટ) પર પહોંચી ગયું હતું.
સાઉદી રાષ્ટ્રીય હવામાન વિજ્ઞાન કેન્દ્ર અનુસાર મૃતકોમાં મોટાભાગના ઇજિપ્તવાસીઓ હતા, જેમાં 323 લોકો મુખ્યત્વે ગરમી સંબંધિત બિમારીઓને કારણે મૃત્યુ પામ્યા હતા. વધતા જતા તાપમાનના કારણે સમગ્ર વિશ્વમાં અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. ભારતમાં જ હીટવેવના કારણે, અત્યાર સુધીમાં મૃત્યુઆંક 65ને વટાવી ગયો છે.
ખાડી દેશ સાઉદી અરેબિયાની હાલત અસહ્ય ગરમીને કારણે વધુ ખરાબ છે, સાઉદી અરેબિયામાં ગરમી પહેલાથી જ જીવલેણ છે. પરંતુ આ વખતે ગરમીએ તમામ રેકોર્ડ તોડીને તાપમાન 50 ડિગ્રીને પાર કરી ગયું છે. મંગળવારે સાઉદી સરકારે માહિતી આપી હતી કે, ભારે ગરમીના કારણે લગભગ 577 હજ યાત્રીઓના મોત થયા છે.