(Divya Solanki)
સમુદાય કલ્યાણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવતા શિખરે શાંતાઈ અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમને દત્તક લીધું.
સોલાપુર, મહારાષ્ટ્ર – શિખર પહારિયાએ તાજેતરમાં સોલાપુરની મુલાકાત લીધી, જ્યાં તેમણે સામાજિક પરિવર્તન અને એકતાને પ્રોત્સાહન આપવા માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવી. વિવિધ જાતિઓ, ધર્મો અને સંસ્કૃતિઓ માટે જાણીતા શહેરમાં શિખરે તેના દિવસો સ્થાનિક ઉદ્યોગો, સમુદાયો અને ધાર્મિક સ્થળો સાથે જોડવામાં વિતાવ્યા.
તેમના પ્રવાસ દરમિયાન, શિખરે શહેરના મુખ્ય ઉદ્યોગ હબ, સોલાપુર ટેક્સટાઈલ પાર્કની મુલાકાત લીધી અને તે ક્ષેત્રનું નિરીક્ષણ કર્યું જ્યાંથી વિશ્વભરમાં યુનિફોર્મનું ઉત્પાદન થાય છે. તેમણે ઉદ્યોગના અગ્રણીઓ સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ સમજી અને તેમને ખાતરી આપી કે, તેઓ આ ઉદ્યોગના ઉત્થાન માટે લાંબા ગાળાના ઉકેલો શોધી કાઢશે.
સમુદાય કલ્યાણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવતા શિખરે શાંતાઈ અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમને દત્તક લીધું. આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડી અને જીવનની સ્થિતિ સુધારવા માટે સતત સહાયનું વચન આપ્યું. વધુમાં, તેઓએ સ્થાનિક નાગરિકો માટે આવશ્યક શસ્ત્રક્રિયાઓની પણ વ્યવસ્થા કરી, જે સ્પષ્ટ કરે છે કે, તેઓ સમાજની વાસ્તવિક જરૂરિયાતોને પહોંચી વળવા નક્કર ઉકેલોમાં વિશ્વાસ રાખે છે.
એક વેપારી અને પરોપકારી તરીકે શિખર સમુદાયોમાં કાયમી અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે તેના પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. ખાસ કરીને સોલાપુર જેવા શહેરોમાં જ્યાં આર્થિક વિકાસ અને સામાજિક સમર્થનની જરૂર છે. તેમની મુલાકાત અને પહેલ મહારાષ્ટ્રની પ્રગતિમાં તેમના વ્યાપક મિશનની માત્ર શરૂઆત છે, જેમાં પરંપરા અને આધુનિકતાનું સંતુલન છે.