(અબરાર એહમદ અલવી)
ઇસ્લામી વર્ષની શરૂઆત પણ કુર્બાનીથી થાય છે અને અંત પણ કુર્બાનીથી થાય છે. મુહર્રમ ઇસ્લામી હીજરી (વર્ષ)નો પ્રથમ મહિનો છે જેમાં “હઝરત ઈમામ હુસૈન” (રદિઅલ્લાહુ અન્હૂ) અને આપના 72 સાથીઓ ઇસ્લામ માટે સચ્ચાઇ, સંયમ અને ન્યાયને અનુસરતા કરબલાના મેદાનમાં શહિદ થયા હતા.
મુહર્રમ મહિનાની 10મી તારીખે “હઝરત ઈમામ હુસૈન” (રદિઅલ્લાહુ અન્હૂ)ની શહાદત થઈ હતી. જેના કારણે મુસ્લિમ સમાજના લોકો “હઝરત ઈમામ હુસૈન” (રદિઅલ્લાહુ અન્હૂ)ની શહાદતને વિશેષ યાદ કરે છે. ભલે મુહર્રમ ઇસ્લામિક હીજરીનો પ્રથમ મહિનો છે અને નવા વર્ષની શરૂઆત છે પરંતુ આ આખો માસ “હઝરત ઈમામ હુસૈન”(રદિઅલ્લાહુ અન્હૂ)ની શહાદતની યાદમાં તેમને ચાહનાર લોકો કરબલાના ખૂની મંજરને યાદ કરીને ખુબ જ ગમગીન રહે છે. એટલે કે, કરબલાની ઈતિહાસ અંગે ખાસ વાઅઝ, કથનનું આયોજન કરવામાં આવે છે. શિયા મુસ્લિમો મોહરમની 10 તારીખ સુધી કાળા કપડા પેહરીને શોક વ્યક્ત કરે છે. ૧૦ મુહર્રમના દિવસે ભારતમાં તાજીયાનો જુલુસ નીકળે છે.
મુહર્રમનો મહિનો હિજરી વર્ષનો (ઇસ્લામી વર્ષ) પ્રથમ મહિનો છે. ઇસ્લામી વર્ષને હિજરી વર્ષ કહેવામાં આવે છે અને મુહર્રમનો મહિનો આ પ્રતિષ્ઠિત મહિનાઓમાંથી એક છે. ઇસ્લામી અથવા હિજરી કેલેન્ડર, ચંદ્ર દ્વારા ગણવામાં આવતી તારીખ પ્રમાણે છે, જે ચંદ્રના પરિભ્રમણ પ્રમાણે હોય છે. આ બાર મહિના પર આધારિત છે. ઇસ્લામીક કેલેન્ડર દર વર્ષે સૂર્ય વર્ષ પર આધારિત કરતા 10 દિવસ ઓછા થતા હોય છે, ઇસ્લામી વર્ષની શરૂઆત પણ કુર્બાનીથી થાય છે અને અંત પણ કુર્બાનીથી થાય છે. મુહર્રમ ઇસ્લામી હીજરી (વર્ષ)નો પ્રથમ મહિનો છે જેમાં “હઝરત ઈમામ હુસૈન” (રદિઅલ્લાહુ અન્હૂ) અને આપના 72 સાથીઓ ઇસ્લામ માટે સચ્ચાઇ, સંયમ અને ન્યાયને અનુસરતા કરબલાના મેદાનમાં શહિદ થયા હતા. જ્યારે ઇસ્લામી હીજરીનો છેલ્લો મહિનો ઝીલ્હજ્જ છે. “હઝરત ઇબ્રાહીમ અલૈહીસલામ” અને તેમના પુત્ર “હઝરત ઇસ્માઇલ અલૈહીસલામ”ની કુર્બાની માટે જાણીતો છે અને આ મહિનામાં જ ઇદ-ઉલ અઝહા આપની યાદમાં ઉજવવામાં આવે છે.
કરબલાનો મેદાન જ્યાં “હઝરત ઈમામ હુસૈન” (રદિઅલ્લાહુ અન્હૂ) શહીદ થયા એટલે કે, આજનો સીરિયા જ્યાં 1400 વર્ષ પહેલા જુલ્મી યજીદ પોતાના જુલમથી જોર જબરજસ્તીથી ઇસ્લામનો ખલીફા બન્યો હતો. યઝીદ પલીદ પોતાની સલ્તનત જુલ્મથી ફેલાવવા માંગતો હતો. યઝીદ માત્ર નામનો મુસ્લિમ હતો તેના અકીદા અને તેની રેહણી કરણી ઇસ્લામી શરીઅતની વિરુધ્ધમાં હતી.
યજીદ માટે મોટો પડકાર “હઝરત ઈમામ હુસૈન” (રદિઅલ્લાહુ અન્હૂ) હતા. જેઓ ઇસ્લામને અનુસરનાર શરીઅતના મજબુત કિલા સમાન અને ન્યાયપ્રીય રસુલલ્લાહ (સલ્લલાહુ અલય્હી વસલ્લમ)ના પ્યારા નવાસા (દોહિત્ર) હતા. પૂરી દુનિયામાં ફક્ત “હઝરત ઈમામ હુસૈન” (રદિઅલ્લાહુ અન્હૂ) એક એવી શખ્શિયત હતા જેઓ યજીદના વિરોધમાં ઉભા રહ્યા હતા.
ઝાલીમ યઝીદના અત્યાચાર વધવા લાગ્યા હતા અને કુફાના લોકો દ્વારા “હઝરત ઈમામ હુસૈન” (રદિઅલ્લાહુ અન્હૂ)ને મદદ માટે પત્રો લખવામાં આવતા હતા અને “હઝરત ઈમામ હુસૈન” (રદિઅલ્લાહુ અન્હૂ)ને કુફા મદદ માટે આવવા માટે દબાણ કરવામાં આવતું હતું. કહેવામાં આવતું હતું કે, તમે ઝાલીમ યઝીદના જુલ્મથી અમને આઝાદ કરવા અહીં આવીને અમારી મદદ કરો. આવી સ્થિતિમાં “હઝરત ઈમામ હુસૈન” (રદિઅલ્લાહુ અન્હૂ) આપના પરિવાર અને સાથીદારો સાથે, મદિનાથી ઇરાકના કુફા શહેર તરફ જવાનું સફર શરૂ કર્યું.
આ સફરના માર્ગમાં યઝીદની સેનાએ “હઝરત ઈમામ હુસૈન” (રદિઅલ્લાહુ અન્હૂ)ના કાફલાને કરબલાના રણ પર રોક્યો હતો. તે 2 મુહર્રમનો દિવસ હતો, જ્યારે “હઝરત ઈમામ હુસૈન” (રદિઅલ્લાહુ અન્હૂ)નો કાફલો કરબલાના ગરમ રણમાં રોકાયો હતો. ત્યાં પાણીનો એકમાત્ર સ્રોત નેહરે ફુરાત હતી, જેના પર યઝીદની સેનાએ “હઝરત ઈમામ હુસૈન” (રદિઅલ્લાહુ અન્હૂ)ના કાફલા માટે પાણીનો પ્રતિબંધ મૂક્યો હતો. આવી પરીસ્તિથીમાં પણ “હઝરત ઈમામ હુસૈન” (રદિઅલ્લાહુ અન્હૂ) ઝુક્યા નહીં. યઝીદના પ્રતિનિધિઓ દ્વારા “હઝરત ઈમામ હુસૈન” (રદિઅલ્લાહુ અન્હૂ)ને ઝુકાવવાનો દરેક પ્રયાસ નિષ્ફળ ગયો અને અંતે યુદ્ધની ઘોષણા થઈ.
ઇતિહાસ કહે છે કે, “હઝરત ઈમામ હુસૈન” (રદિઅલ્લાહુ અન્હૂ)ના કાફલામાં ફક્ત 72 લોકો હતા જેમાં મહિલાઓ અને બાળકો પણ હતા જેઓ ત્રણ દિવસના ભૂકા-તરસ્યા હોવા છતા યઝીદી સેનાના 80,000ના લશ્કર સામે લડ્યા હતા. મુહર્રમ મહિનાની 10મી તારીખે “હઝરત ઈમામ હુસૈન” (રદિઅલ્લાહુ અન્હૂ), તેમના ઘરવાળા તથા સાથીઓની શહાદત થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, “હઝરત ઈમામ હુસૈન” (રદિઅલ્લાહુ અન્હૂ) શહીદ થઈને પણ જંગ જીતી ગયા અને ઝાલીમ યજીદ જીવતો રહીને પણ જંગ હારી ગયો. આજે પૂરી દુનિયામાં “હઝરત ઈમામ હુસૈન” (રદિઅલ્લાહુ અન્હૂ)ને માનવાવાળા લોકો છે જયારે આખી દુનિયાના લોકો યજીદ પલીદને ધિક્કારે છે.
મુહર્રમ મહિનાના રોઝાનો પણ ખુબ જ મહત્વ છે. અબૂહુરૈરહ (રદિઅલ્લાહુ અન્હૂ) કહે છે કે, એક શખ્સ પૈગંબર સાહેબ (સલ્લલાહુ અલય્હી વસલ્લમ) પાસે આવ્યો અને તેણે કહ્યું “રમઝાનના રોઝા પછી સૌથી મહત્વના રોઝા કયા છે..? પૈગંબર સાહેબ (સલ્લલાહુ અલય્હી વસલ્લમ)એ કહ્યું કે, અલ્લાહના મહિનાના રોઝા જેને તમે મુહર્રમ કહો છો. (સહી મુસ્લિમ : 1163/ ઇબ્ને માજા 1742 શબ્દો ઇબ્ને માજાના છે.) ઇમામ નવવી (રેહ્મતુલ્લાહ) કહે છે કે, આ હદીષમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, રમઝાન પછી મુહર્રમના રોઝા સૌથી મહત્વના છે. (સહીહ મુસ્લિમ : 8/55) ઇમામ શૌકાની (રેહ્મતુલ્લાહ) કહે છે કે, આ હદીષથી જાણવા મળે છે કે, નફીલ રોઝામાં સૌથી મહત્વના રોઝા મુહર્રમના છે. ( નૈલુલ્ અવતાર / 241/4)
ખ્વાજા મોઇનોઉદ્દીન ચીશ્તી (રેહ્મતુલ્લાહ)એ “હઝરત ઈમામ હુસૈન” (રદિઅલ્લાહુ અન્હૂ) અંગે ફરમાવ્યું
“शाह अस्त हुसैन, बादशाह अस्त हुसैन
दीन अस्त हुसैन, दीने-पनाह अस्त हुसैन
सरदाद न दाद दस्त, दर दस्ते-यज़ीद
हक़्क़ा के बिना, लाइलाह अस्त हुसैन ”
મહાત્મા ગાંધીજી “હઝરત ઈમામ હુસૈન” (રદિઅલ્લાહુ અન્હૂ)ને અંજલી આપતા કહે છે.
“ઈમામ હુસૈનના જીવન પ્રસંગો પરથી
અનેરો ઉત્સાહ મળે છે,
સત્ય સ્વરૂપનું ઈમામ હુસૈનનું જીવન મારા માટે તો,
ચિંતામણીના રત્ન રૂપે છે.”
શરીફ વિજાપુરાની કલમે…
“સજદે મે ઝૂકાકર સરકો કટાયા હુસૈન ને,
અપને લહુ સે ઈન્સાનીયત કો બચાયા હુસૈન ને
જાન દેકર ખુદકી જુલ્મકો મીટાયા હુસૈન ને,
હક ઔર બાતીલકા ફર્ક દિખલાયા હુસૈન ને
છોડકર યઝીદ કે લશ્કરકો આયે હૂર તૌબા કો,
મહોબતસે દુશ્મનકો ભી દોસ્ત બનાયા હુસૈન ને
કુરબાનીએ હુસૈનકા ચર્ચા હોને લગા કાયનાત મે,
આસમાન કે ફરીશ્તો કો ભી રૂલાયા હુસૈન ને
તીરોકી બારિશમે નમાઝ અદા કર લી હુસૈન ને
દુનિયાકો નમાઝકા મરતબા સીખાયા હુસૈન ને
લૂટાકર ઝેહરાકા કુમ્બા કરબલાકી તપતી ઝમીન પે
ઈસ્લામ ઔર નાનાકી ઊમ્મતકો બચાયા હુસૈન ને
પરદેશમે ભી ‘શરીફ’ ગમે હુસૈનકો મનાતા હૈ
હર જગાહકો કરબલા બનાયા હુસૈન ને“