(રીઝવાન આંબલીયા)
કૃણાલ ખેમુ જેમણે આ ફિલ્મ લખી અને ડાયરેક્ટ કરી તેમને પોતાના કરિયરમાં જે કંઈ પણ શીખ્યા છે તે દરેક વસ્તુને આ ફિલ્મમાં ઉતારી છે.
રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરની પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ દરેક જગ્યાએ ધૂમ મચાવી રહી છે. એક્સેલ એન્ટરટેઈનમેન્ટ પ્રસ્તુત કરે છે, હીન્દી ફિલ્મ “મડગાંવ એક્સપ્રેસ” જે 22મી માર્ચે રિલીઝ થશે. કુણાલ ખેમુજીને ખુબ ખુબ અભિનંદન ડિરેક્શન બાબતે પહેલી ફિલ્મમાં છતાં અનુભવી ડિરેક્શન જેટલું પરફેક્ટ કામ કરેલ છે.
ફિલ્મની શરૂઆત ત્રણ બાળપણના મિત્રોથી થાય છે જેમનું નામ છે ડોડો, પ્રતીક અને નિખિલ. તેઓ રમત રમતમાં નક્કી કરે છે કે, તેઓ ગોવા એકસાથે જશે. ત્રણ મિત્રોમાંથી, બે મિત્રો વિદેશ જતા રહે છે જ્યારે દેશમાં રહેલો તેમનો દોસ્ત ડોડો એકલતા મેહસૂસ કરે છે. નિખિલ અને પ્રતીક પોતાની જિંદગી વિદેશમાં વિતાવે છે જ્યારે તેમનો મિત્ર ડોડો દેશમાં રહી જાય છે અને બીજા કોઈ નવા દોસ્ત પણ નહિ બનાવતો, સોશિયલ મીડિયાની નકલી દુનિયામાં તે પોતાની નકલી જિંદગી બતાવવાની શરૂઆત કરે છે જેનાથી તેના નવા મિત્રો બની શકે. બાળપણથી આગળ 15 વર્ષો વીતી જાય છે અને ત્રણેય મિત્રો ફરીથી ભેગા થવાનો પ્લાન કરે છે, અને ડોડો તેઓને ગોવા લઈ જવાની હુલ આપે છે. જેનાથી તે પોતાની નકલી દુનિયા તેઓથી છુપાવી શકે કારણ કે, તેની પાસે કોઈ ઘર કે ગાડી નથી.
ગોવા જવા માટે તેઓ “મડગાવ એક્સપ્રેસ” પકડે છે જેમાં એક બેગની આદલબદલી થઈ જાય છે જેમાં બંદૂક, હોટેલની ચાવી અને અમુક લાખ રૂપિયા નીકળે છે. આ બેગની અદલબદલથી વાર્તામાં નવો વળાંક આવે છે જેમાં ગોવા પોલીસ, રશિયન માફિયા, કંચન કોમડી અને મેંડુઝા જેવા પાત્રો આ ત્રણેય દોસ્તોની જિંદગીમાં આવીને જે ધમાચકડી કરે છે તે જોવાનો ખૂબ આનંદ આવશે. આ વળાંકમાં અચાનક ડ્રગ્સ કેવી રીતે એન્ટ્રી લે છે..? આખરે તે ત્રણ મિત્રો આ ક્રાઈમની દુનિયામાંથી કેવી રીતે બચશે..? ડોડોની સચ્ચાઈ બાકીના બે મિત્રોને ખબર પડશે કે, નહિ..? શું બાકીના બે મિત્રો પણ વિદેશમાં ખુશ હોય છે કે નહિ..? આ દરેક સવાલના જવાબ માટે તમારે “મડગાવ એક્સપ્રેસ” ફિલ્મ જોવાની છે અને મજા કરવાની છે.
આ ફિલ્મના ગીતો પરદા પર ચાલતા સીનની જેમ આપણને પણ ફિલ્મનું એક પાત્ર બનાવવા માટે સમર્થ છે. કૃણાલ ખેમુ જેમને આ ફિલ્મ લખી અને ડાયરેક્ટ કરી તેમને પોતાના કરિયરમાં જે કંઈ પણ શીખ્યા છે તે દરેક વસ્તુને આ ફિલ્મમાં ઉતારી છે. તેમને અત્યાર સુધીમાં જેટલી પણ કોમેડી ફિલ્મ કરી, જેમ કે, ગોલમાલ, ઓલ ધ બેસ્ટ, ગો ગોવા ગોન તે દરેક ફિલ્મથી તેઓ કેમેરા એંગલ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, સિનેમેટ્રોગ્રફી, કોમેડી ટાઈમિંગ આ દરેક વસ્તુને પરફેક્ટ ભેળ બનાવી પ્રેક્ષકોને પ્રસ્તુત કરી છે.
આ ફિલ્મ ફેમિલી માટે તો છે જ પરંતુ તે દરેક નવયુવાનો માટે છે જેમને ગોવાનો પ્લાન ખાલી કેન્સલ કરવા પણ બનાવ્યો હોય, આ ફિલ્મમાં મિત્રતાને મહત્વ આપીને બનાવવામાં આવી છે. થિએટરમાં પ્રેક્ષકોને લોટપોટ થઈને હસતા જોવામાં આવ્યા છે તથા નવયુગલો સિટીયો મારતા નજરે ચડ્યા છે. ફિલ્મ શરૂ થયાથી લઈને અંત સુધી પૂરી થીએટરમાં સિટીઓ, તાળીઓ, નાનીમોટી કિકિયારીઓ અને હસવાનો ખિલખિલાટ અવાજ જ આપણને એ ફિલ્મનું એક પાત્ર બનાવી મજા કરાવે છે. ખુબ જ સરસ ફિલ્મ અચૂકથી 22 માર્ચ પછી તમારા નજીકના સિનેમાઘરમાં જોવા જજો…
નવા 5 જનરેશનને મજા પડશે.. સાથે વડીલ ફેમીલીને પણ તાજગી મલશે..મીડિયા તરીકે અમને પણ આમંત્રણ હતુ.
ફોટોગ્રાફ્સ આપણા સ્પેશ્યલ સેલિબ્રિટી ફોટોગ્રાફર જયેશભાઈ વોરા..
••• સ્પેશિયલ આભાર •••
Media Consultant- Spice