Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

“સત્યની ફાઈલ” ન્યૂઝ પેપરના બાહોશ તંત્રી હારૂન બેલીમ અને કેમેરામેન આસીફ શેખે આત્મહત્યા કરતા એક વ્યક્તિનો જીવ બચાવ્યો

અમદાવાદ,તા.૯

જમાલપુર બ્રિજ ઉપરથી નદીમાં છલાંગ લગાવી આત્મહત્યા કરવા જતા વ્યક્તિને પત્રકાર હારૂન બેલીમ અને તેમના ફોટોગ્રાફરે એક મસીહા બનીને જીવ બચાવ્યો

મીડિયા લોકશાહીનો ચોથો અને મહત્વનો સ્તંભ છે. મીડિયાની ભૂમિકા નાગરીકોની જાગૃતિમાં પણ રહેલી છે. જાગરૂક નાગરિક દેશની સૌથી મોટી મૂડી છે. 

અમદાવાદથી પ્રસિદ્ધ થતું પાક્ષિક અખબાર “સત્યની ફાઈલ” ન્યૂઝના બાહોશ અને નીડર તંત્રી હારૂન બેલીમ અને તેમના સાથી કેમેરામેન આસીફ શેખ જમાલપુર બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન એક વ્યક્તિ નદીમાં છલાંગ લગાવી આત્મહત્યા કરવાની કોશિશ કરી રહ્યો હતો. તે દરમિયાન હારૂન બેલીમની નજર આત્મહત્યા કરતા વ્યક્તિ ઉપર પડતા તેઓ અને તેમના કેમેરામેને ક્ષણભરનો વિલંબ કર્યા વગર આત્મહત્યા કરનાર વ્યક્તિ પાસે પહોંચીને તેને આત્મહત્યા કરવાનો કારણ પૂછીને તેને રોકી લીધો હતો અને એને સમજાવ્યું હતું કે, “કોઈપણ સમસ્યા હોય પણ આત્મહત્યા કરી લેવું તેનો ખરો વિકલ્પ નથી” આ વાત સમજાવતા તેને સમજાયું હતું કે, વાત તો બરાબર છે. ત્યારબાદ તેણે આત્મહત્યા  કરવાનો ખ્યાલ દિમાગમાંથી કાઢી નાખ્યો હતો. આમ “સત્યની ફાઈલ” ન્યૂઝના તંત્રી હારૂન બેલીમની સમયસુચકતા, અને સારી સમજણના હિસાબે એક હતાશ વ્યક્તિનો જીવ બચી ગયો હતો.

જીવનથી હતાશ થઈ જઈને આત્મહત્યા જેવું આખરી પગલું ભરનાર શખ્સ સહેજાદ સૈયદ (રહે. કાચની મસ્જિદ, જમાલપુર) હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટના બાબતે સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસ જમાલપુર બ્રિજ પર  પહોંચી જઈ આત્મહત્યા કરનાર શખ્સને ઠપકો આપ્યો હતો અને ફરીવાર આવું ના કરે તેની સમજણ આપી હતી. બીજી તરફ પોલીસે એક જાગરુક નાગરિક તરીકે પત્રકાર હારૂન બેલીમ અને કેમેરામેનનો આભાર પ્રકટ કરી ખુબ જ પ્રસંશા કરી હતી.