Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સાબરડેરી દ્વારા શામળાજી ખાતે નવતર પ્રયોગ સાથે 5 હજાર હેકટર જમીનમાં ડ્રોન દ્વારા વૃક્ષા રોપણ

(અબરાર એહમદ અલવી)

નવતર પ્રયોગ સાથે 5 હજાર હેકટર જમીનમાં ડ્રોન દ્વારા વૃક્ષા રોપણ કરતા રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર અને સાબરડેરીના ચેરમેન શામળભાઇ પટેલ તેમજ ડિરેક્ટરો અને સાબરડેરીના અધિકારીઓ

સામાજિક વનીકરણ, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક ઉત્તર દાયિત્વના ભાગરૂપે સાબરડેરી છેલ્લા ઘણા વર્ષોથી સભાસદોના સહયોગથી સામુહિક વૃક્ષારોપણ અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે, સાબરડેરીના શામળાજી સ્થિત શીતકેન્દ્ર ખાતે વૃક્ષારોપણ અને અરવલ્લીના ડુંગર વિસ્તારના જંગલો વધુ ગાઢ અને હરિયાળા થાય તે હેતુથી જંગલમાં નવતર પ્રયોગ સાથે ડ્રોન દ્વારા 25 હજાર સીડ બૉલ અને બિયારણ સ્પ્રેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી ભીખુસીહ પરમાર, ધારાસભ્ય પી સી બરંડા, સાબરડેરીના ચેરમેન શામળભાઇ પટેલ, ડિરેક્ટર જશુભાઈ પટેલ, ડિરેક્ટર જયંતીભાઈ પટેલ ડિરેક્ટર કાંતિભાઈ, ડિરેક્ટર શામળભાઈ પટેલ, ડોક્ટર એમ. એન. પટેલ, ડોક્ટર જે કે પટેલ, ડોક્ટર.ડી ડી પટેલ સહિત ડેરીના ડિરેકટરો સાબરડેરીના વિભાગીય અધિકારીઓ શામળાજી શિતકેન્દ્ર તેમજ શામળાજી એમ પી ઓ સ્ટાફ હાજર રહ્યો હતો.

વૃક્ષારોપણ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓની પણ ઉપસ્થિતિમાં વૃકષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.