ન્યુ દિલ્હી,તા.૧૩
ચિત્રકુટમાં ચાલી રહેલી આરએસએસની ચિંતન શિબિરની પાંચ દિવસ બાદ સમાપ્તિ થઈ છે. આ દરમિયાન સંગઠનને મજબૂત કરવા માટે મહત્વના ર્નિણયો લેવાની સાથે સાથે રાજનીતિ પર પણ ચર્ચા થઈ હતી. આ દરમિયાન આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પશ્ચિમ બંગાળને લઈને મહત્વનો ર્નિણય કર્યો છે. જે પ્રમાણે બંગાળને કોલકાતા, મધ્ય બંગાળ અને ઉત્તર બંગાળમાં વહેંચવામાં આવ્યુ છે.
પ્રાન્ત પ્રચારકોને તેમની જવાબદારી સમજાવવામાં આવી છે અને અલગ અલગ રાજ્યોના પ્રાંત પ્રચારકોમાં પણ ફેરબદલ કરવામાં આવી છે. ઉપરાંત ક્ષેત્ર પ્રચારક પ્રદીપ જાેષીને અખિલ ભારતીય સહ સંપર્ક પ્રમુખની જવાબદારી અપાઈ છે. ભૈયાજી જાેષી હવે સંઘ તરફથી વિશ્વ હિન્દુ પરિષદ સાથેના સંપર્ક અધિકારી હશે. જ્યારે ડો.કૃષ્ણ ગોપાલને વિદ્યા ભારતીના સંપર્ક અધિકારી બનાવાયા છે. સહ કાર્યવાહ અરુણ કુમાર સંઘ અને ભાજપ વચ્ચે કો ઓર્ડિનેટરનુ કામ કરશે. સાથે સાથે આ શિબિરમાં આરએસએસના બંધ પડેલા કાર્યક્રમો તેમજ સંઘની શાખાઓને ફરી શરુ કરવાનુ એલાન કરાયુ છે.
હવે સંઘ દ્વારા દેશભરમાં મુસ્લિમ વિસ્તારોમાં શાખા શરુ કરવામાં આવશે. મુસ્લિમોને સંઘ સાથે જાેડવાના પ્રયાસો તેજ કરવામાં આવશે. સંઘ દ્વારા સોશિયલ મીડિયા પર લોકો સુધી વાત પહોંચાડવા માટે આઈટી સેલ સ્થાપવાની વાત પહેલા જ કરવામાં આવી છે. સંઘના કાર્યકરોને પણ સોશિયલ મીડિયામાં સક્રિય થવા માટે જણાવાયુ છે.