(અબરાર એહમદ અલવી)
લાલુ પ્રસાદે ભાજપનુ નામ લીધા વગર ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં લાલુએ કહ્યુ કે, ભ્રષ્ટાચારની બોલબાલા છે.
રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે પૉપુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા (PFI) પર લગાવવામાં આવેલા પ્રતિબંધનું સ્વાગત કર્યુ છે… પરંતુ સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ઉપર પ્રતિબંધની માંગ પણ કરી છે. લાલુ પ્રસાદ યાદવે કહ્યુ કે, RSS પર ઇમરજન્સીમાં પણ બેન મુકવામાં આવ્યો હતો. લાલુ પ્રસાદ યાદવે કહ્યુ મુસ્લિમ સંગઠનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
લાલુ પ્રસાદે ભાજપનુ નામ લીધા વગર ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં લાલુએ કહ્યુ કે, ભ્રષ્ટાચારની બોલબાલા છે. દેશમાં લોકોને હિન્દૂ-મુસ્લિમ કરીને આ દેશને તોડવા માંગે છે. લાલુ યાદવે કહ્યુ કે, આ લોકો મસ્જિદની સામે હનુમાનજીના પાઠ કરી રહ્યા છે, આ શું કહેવા માંગે છે, આ બતાવે છે કે તે સાંપ્રદાયિકતા ફેલાવીને દેશમાં રમખાણ કરીને શાસનમાં બન્યા રહેવા માંગે છે. હવે તેમના દિવસો ભરાઇ ગયા છે.