અમદાવાદમાં નબીરાઓને રિલ્સ બનાવવાનો શોખ ચઢ્યો છે. રિલ્સની ઘેલછામાં સામેથી ગુનાઓને આમંત્રણ આપી દેવાની ઘટનાઓ પણ બનતી જઈ રહી છે.
અમદાવાદ,તા. ૨
અમદાવાદમાં એક અજીબોગરીબ કિસ્સો બન્યો હતો જેમાં સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા માટેની ઘેલછા કેટલી તકલીફો ઊભી કરે છે અને કેટલી નુકસાનકારક છે તે સમજવું ખૂબ જ અગત્યનું છે. એક નબીરાને પ્રખ્યાત થવા રિલ્સ બનાવવી ભારે પડી છે.
આ નબીરાએ ઘણું બધુ સોનું પહેરી અને સ્કોર્પિયો કાર સાથે રિલ્સ બનાવી હતી. રિલ્સ જાેઈને ૪ યુવકોએ નબીરા પાસે વધુ પૈસા હોવાનું અનુમાન લગાવ્યું હતું. બાદમાં ૩ યુવકોએ લિફટના બહાને નબીરાની કાર રોકી તેનું અપહરણ કરી લૂંટ ચલાવી હતી. આખરે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ૩ આરોપીઓની ધરપકડ કરી છે. એક આરોપી ફરાર છે.
આ કિસ્સામાં અમદાવાદમાં નબીરાઓને રિલ્સ બનાવવાનો શોખ ચઢ્યો છે. રિલ્સની ઘેલછામાં સામેથી ગુનાઓને આમંત્રણ આપી દેવાની ઘટનાઓ પણ બનતી જઈ રહી છે. ત્યારે અમદાવાદમાં નબીરાનાં અપહરણનો કિસ્સો સામે આવ્યો છે. નબીરાએ સોનું પહેરી અને સ્કોર્પિયો કાર સાથે રિલ્સ બનાવી હતી. સોશિયલ મીડિયામાં રિલ્સ જાેઈને ૪ યુવકોએ નબીરા પાસે વધુ પૈસા હોવાનું અનુમાન લગાવ્યું હતું. બાદમાં ૩ યુવકોએ લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો. યુવકોએ લિફટના બહાને નબીરાની કાર રોકી તેનું અપહરણ કરી લૂંટ ચલાવી હતી.
આ નબીરાને બેભાન કરી યુવકોએ રૂ. ૫૦,૦૦૦ની લૂંટ ચલાવી હતી. ભાનમાં આવ્યા બાદ નબીરા યુવરાજસિંહે પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે સાણંદ GIDC પોલીસ, ગ્રામ્ય LCB અને SOGની ટીમે ઘટનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી છે. આરોપી ભરત ચુડાસમા, વિકાસદીપસિંહ, સુમિત જાટવની ધરપકડ કરી છે. ૧ આરોપી રણજીત હજી પણ પોલીસ પકડથી દૂર છે જેની શોધખોળ ચાલુ છે.
(જી.એન.એસ)