Safeer News

Breaking News from Ahmedabad

Entertainment મનોરંજન

ઋષભ રિખીરામ શર્માએ આ રીતે ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવી અને શરૂ કર્યો ‘સિતાર ફોર મેંટલ હેલ્થ’ ટૂર

(Divya Solanki)

ઋષભ રિખીરામ શર્મા હાલમાં ભારતમાં ‘સિતાર ફોર મેંટલ હેલ્થ’ ટૂર પર છે, જ્યાં તેઓ ભારતીય પરંપરાગત સંગીત, પ્રાચીન રાગો અને આધુનિકતાને સંગીત સાથે જોડીને દર્શકોનું દિલ જીતી રહ્યા છે. તેમના શ્રોતાઓ તેમને આ વિચાર સાથે જોડાયેલો અનુભવે છે અને તેમના સંગીત દ્વારા મેનટલ હેલ્થમાં રાહત અનુભવે છે. તાજેતરમાં અમદાવાદમાં થયેલા શોમાં દર્શકોએ ઋષભના સંગીતને મેન્ટલ હેલ્થ માટે લાભદાયક ગણાવ્યું અને તેમની શૈલીમાં મહેંદી લગાડી તેમને વિશેષ રીતે સન્માનિત કર્યા.

મનસ્વી સ્વાસ્થ્ય માટે સક્રિયપણે કામ કરતા ઋષભે પોતાના જીવનના એ સમય વિશે ખુલ્લેઆમ વાત કરી જ્યારે તેઓ પોતે ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યા હતા, અને કેવી રીતે તે સમયે સિતારે તેમની મદદ કરી. સંગીતની સારવારાત્મક શક્તિ તેમની ટૂરનો અગત્યનો હિસ્સો છે.

ઋષભ કહે છે, “મને લાગે છે કે, વાતચીત બહુ જરૂરી છે. જ્યારે તમે તમારી કહાણી શેર કરો છો, ત્યારે તમે એવી બાબતને સામાન્ય બનાવો છો જેને સમાજ હજુ પણ ટેબૂ માને છે. જો મારા પાસે માઇક છે અને લોકો મને સાંભળી રહ્યા છે, તો એ મારી જવાબદારી છે કે હું ઈમાનદારીથી મારી વાત રાખું અને એવી વાતો શેર કરું જે મારી માટે ફાયદાકારક રહી છે. હું ધિંચકાવ્યા વગર કહી ચૂક્યો છું કે હું એન્ઝાયટી અને ડિપ્રેશનમાંથી ગયો છું – અને આજે પણ એનો સામનો કરું છું. આ એકવારનો અનુભવ નથી, એ એવો છે જેમ કે, કોઇને ઝુકામ થઈ જાય – એ ક્યારે પણ થઈ શકે છે. ફરક એટલો છે કે, આપણે આ વિશે જાણકારી નથી રાખતા.”

તેઓ આગળ કહે છે, “હાલ મેન્ટલ હેલ્થ અંગે જાગૃતિ વધી છે, છતાં લોકો હજુ પણ ખુલ્લેઆમ વાત કરતાં હચકાય છે. મને લાગે છે કે, કેટલાંક લોકો મારી વાત સાંભળી પ્રેરણા લે છે. મારી માટે સિતાર વગાડવું અને સંગીત સાથે જોડાવું  એ સંપૂર્ણ પરિવર્તન લાવનારી બાબત રહી છે. ‘સિતાર ફોર મેંટલ હેલ્થ’ ટૂર પરંપરાગત ભારતીય સંગીતને જાગૃતિ સાથે જોડે છે અને શ્રોતાઓને શાંતિ તથા સુખ આપી શકે છે. સંગીતમાં સારવાર કરવાની શક્તિ છે અને એ જ આ ટૂરનો મુખ્ય હિસ્સો છે – અને એ જ કારણ છે કે, હું સિતાર સાથે એટલો જોડાયેલો છું.”

“એક જાગૃતિ આ બાબતની પણ હોવી જોઈએ કે, જો તમે સારી સ્થિતિમાં નથી, દુઃખી અનુભવો છો, તો એ સંપૂર્ણ રીતે સામાન્ય છે. આપણે આને સામાન્ય બનાવવું પડશે કે, મદદ લેવી યોગ્ય છે – મેં પણ લીધી હતી. જો કોઈ વ્યક્તિને આદર્શ માને છે, તો એનું મોટું પ્રભાવ હોય છે. આવી સ્થિતિમાં એ વ્યક્તિની જવાબદારી છે કે, એ પોતાનું પ્રભાવ સાચી રીતે ઉપયોગમાં લે અને સમાજ માટે સકારાત્મક કામ કરે.”

ઋષભના શોમાં 18 થી 80 વર્ષની વયના શ્રોતાઓ જોડાતા હોય છે, જે સંગીતની જાદૂઈ શક્તિને માત્ર અનુભવે છે નહીં, પણ શોના અંતે ભાવુક પણ થઈ જાય છે. તેમના સંગીતને દર્શકો તરફથી સ્ટેન્ડિંગ ઓવેેશન પણ મળ્યું છે, જેમાં બોલીવૂડના સ્ટાર્સ અને રાજકીય વ્યક્તિઓ પણ સામેલ રહ્યાં છે. દિલ્હી અને મુંબઈમાં હાઉસફુલ શોથી બાદમાં હવે ઋષભ પુણે, અમદાવાદ, જયપુર, ચંડીઘઢ, હૈદરાબાદ, ઇન્દોર, બેંગલુરુ અને કોલકાતા જેવા શહેરોમાં પોતાની સંગીતયાત્રા આગળ વધારવાના છે.

(Divya Solanki)