ડાન્સ પરફોર્મન્સ દરમિયાન જ બનાવ્યો હતો પ્લાન
મધ્યપ્રદેશ,તા.૦૭
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં બે સગી બહેનો પર બંદૂકની અણીએ બળાત્કારનો મામલો સામે આવ્યો છે. અહીં જન્મ દિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાર બહેનોને ડાન્સ અને ગાવા માટે આમંત્રિત કરવામાં આવી હતી. આમાંથી બે બહેનોને અન્યાય થયો છે.
હાલ પોલીસે આ મામલે બે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં બહેનોએ આરોપ લગાવ્યો છે કે, આરોપીએ મોટી અને નાની બહેનને ધમકી આપી અને પછી બળાત્કાર ગુજાર્યો.
મળતી માહિતી મુજબ, શિવપુરી જિલ્લાના ઈન્દર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના બંટી યાદવના પુત્ર માટે જન્મ દિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીને રંગીન બનાવવા માટે ડાન્સ અને ગાનારા લોકોને પણ બોલાવવામાં આવ્યા હતા. જેમાં ચાર મહિલાઓ પણ સામેલ હતી. આ કાર્યક્રમનું આયોજન ૨૯ માર્ચે કરવામાં આવ્યું હતું. ગુનાથી સિંગિંગ અને ડાન્સિંગ ટીમ આ વિસ્તારમાં પહોંચી હતી. બંટી યાદવના ઘણા સંબંધીઓએ પણ જન્મ દિવસની પાર્ટીમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન ચારેય બહેનોએ ગીતો રજૂ કર્યા હતા. બંટી યાદવના કાકાનો દીકરો ધર્મેન્દ્ર અને ધર્મેન્દ્રની કાકીનો દીકરો દેવેન્દ્ર પણ આ જ કાર્યક્રમમાં હાજર હતા.
ચારેય બહેનોનું ડાન્સ પરફોર્મન્સ જાેયા બાદ તેમણે તેમની સાથે બળાત્કાર કરવાની યોજના બનાવી હતી. આ પછી, જ્યારે ડાન્સ પાર્ટી પૂરી થઈ, ત્યારે બિજેન્દ્ર યાદવ અને દેવેન્દ્ર યાદવે ચારેય બહેનોને બસ સ્ટેશન પર મૂકવા કહ્યું. બંને ચાર બહેનોને બાઇક પર મૂકવા જતા હતા ત્યારે ધર્મેન્દ્રએ દેવેન્દ્રની બાઇક રોકી હતી. આ પછી ધર્મેન્દ્રએ ૧૮ વર્ષની છોકરી પર હુમલો કર્યો. આ પછી દેવેન્દ્ર ૨૭ વર્ષની છોકરીને બંદૂકની અણીએ ખેતરમાં લઈ ગયો અને તેની સાથે બળાત્કાર કર્યો. ધર્મેન્દ્ર યાદવે તેની ૧૮ વર્ષની નાની બહેન સાથે દુષ્કર્મ આચર્યું હતું.
બંને બહેનો સાથે બળાત્કારની ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. હાલમાં પોલીસે દેવેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર યાદવ વિરુદ્ધ બળાત્કારની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. હાલ પોલીસ તપાસમાં લાગેલી છે.
(જી.એન.એસ)