આ ગામડાઓમાં લાંબા સમયથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેના કારણે તે ટ્રેન્ડ બનવાને બદલે બિઝનેસ તરીકે વિકસી રહ્યો છે.
ભારતના ઘણા ગામો તેમની અલગ-અલગ વિશેષતાઓ માટે પ્રખ્યાત છે, પરંતુ ભારતમાં એક એવું ગામ છે જ્યાં યુરોપીયન મહિલાઓ ખાસ કારણસર ગર્ભવતી થવા આવે છે. તમને સાંભળીને નવાઈ લાગશે પણ આ સત્ય છે. હવે તમારા મનમાં આ પ્રશ્ન ચોક્કસ આવશે કે, આ ગામમાં એવું શું છે કે, યુરોપની મહિલાઓ સાત સમંદર પાર કરીને અહીંના પુરૂષોથી ગર્ભવતી થવા આવે છે.
આવો જાણીએ આ ગામની ખાસિયત અને અહીંના પુરુષો વિશે રસપ્રદ વાતો.
અલ જઝીરા અને બ્રાઉન હિસ્ટ્રીના જણાવ્યા અનુસાર, લદ્દાખની રાજધાની લેહથી લગભગ ૧૬૦ કિલોમીટર દૂર બિયામા, ડાહ, હાનુ, ગારકોન, દારચિક નામના કેટલાક ગામો છે. જેને રેડ આર્યન વિલેજ પણ કહેવામાં આવે છે. લદ્દાખના આ વિસ્તારોમાં બ્રોકપા નામના વિશેષ સમુદાયના લગભગ ૫,૦૦૦ લોકોની વસ્તી છે. બ્રોકપા લોકો દાવો કરે છે કે, તેઓ વિશ્વમાં બાકી રહેલા છેલ્લા શુદ્ધ આર્યો છે. એટલે કે, તેઓ આર્ય જાતિના વંશજ છે. પહેલા ઈન્ડો-ઈરાની લોકો આર્ય તરીકે ઓળખાતા હતા. એવું કહેવાય છે કે, જ્યારે એલેક્ઝાંડર ધ ગ્રેટ હાર બાદ ભારતથી પરત ફરી રહ્યો હતો ત્યારે તેની સેનાના કેટલાક સૈનિકો ભારતના આ ભાગમાં સ્થાયી થયા હતા. ત્યારથી અત્યાર સુધી આ ગામમાં માત્ર તેમના વંશજાે જ રહે છે.
હવે એલેક્ઝાન્ડર ધી ગ્રેટના સૈનિકો જેવા બાળકને જન્મ આપવા માટે યુરોપની મહિલાઓ આ ગામમાં ગર્ભવતી થવા આવે છે. અહીં આવ્યા પછી, તે બ્રોકપા સમુદાયના પુરુષો સાથે સંબંધો બનાવે છે જેથી તેમના બાળકો પણ ઉંચા બને, નીલી આંખો હોય અને એલેક્ઝાન્ડરના સૈનિકો જેવા શરીરના આકારના હોય. સગર્ભા થવાના બદલામાં વિદેશી મહિલાઓ સ્થાનિક પુરૂષોને પૈસા ચૂકવે છે અને કામ પૂર્ણ થયા પછી તેઓ તેમના દેશમાં પાછા જાય છે.
આ ગામડાઓમાં લાંબા સમયથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેના કારણે તે ટ્રેન્ડ બનવાને બદલે બિઝનેસ તરીકે વિકસી રહ્યો છે. તેને લદ્દાખ પ્રેગ્નન્સી ટૂરિઝમ પણ કહેવામાં આવે છે. વાસ્તવમાં, ૨૦૦૭માં રિલીઝ થયેલી સંજીવ સિવનની ૩૦ મિનિટની ડૉક્યુમેન્ટ્રી Achtung Baby: In Search of Purityમાં પહેલીવાર એવું બહાર આવ્યું હતું કે, જર્મન મહિલાઓ ‘શુદ્ધ આર્યન બીજ’ની શોધમાં આ ગામ તરફ વળે છે. જેથી તેઓ શુદ્ધ આર્યન જાતિના બાળકોને જન્મ આપી શકે. આ ડોક્યુમેન્ટ્રી દ્વારા એ પણ બહાર આવ્યું કે, આ ગર્ભાવસ્થા પ્રવાસન વિકસાવવા પાછળ એક સંપૂર્ણ સંગઠિત વ્યવસ્થા છે જે મહિલાઓને આ ગામમાં લાવવા અને પુરુષો સાથે પરિચય આપવાનું કામ કરે છે. તેના બદલામાં મહિલાઓને માત્ર પૈસા આપવાના હોય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સમુદાયના પુરુષો કુદરતી રીતે ખૂબ જ સુંદર હોય છે. આ સમુદાયના બે હજારથી વધુ શુદ્ધ આર્ય પુરુષો હયાત છે. આ સમુદાયની સંસ્કૃતિ ભારત કરતા તદ્દન અલગ છે. આ લોકોને ખૂબ જ રંગીન બ્રાઈટ કપડા પહેરવા ગમે છે. આ જાતિના લોકો બ્રેક્સકાડ ભાષા બોલે છે. આ ઉપરાંત તે હિન્દી ભાષાના પણ જાણકાર છે.
(જી.એન.એસ)