Rizwan Ambaliya :- Jayesh Vora
આ ફેશન શોમાં રાજસ્થાની લોકગીતો પર આધારિત ડાન્સ, રેડ કાર્પેટ પર વોક કરતા બતાવવામાં આવ્યું હતું.
રાજસ્થાની રાજપુત કલ્ચરલ ફેશન શોનું આયોજન શહેરના વસ્ત્રાલપુર લેક એમપી થિયેટર ખાતે કરવામાં આવ્યું. જેમાં રાજસ્થાની સમાજના સ્ત્રી, પુરુષ, બાળકો દ્વારા પોતાની સંસ્કૃતિની છાપ લોકો સુધી પહોંચાડવા માટે એક સુંદર મજાના ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ફેશન શો બીજા દરેક શો કરતા અલગ એ રીતે હતો કે, જેમાં કોઈ ફેન્સી ડ્રેસ નહીં ફક્ત રાજસ્થાની રાજપૂત સમાજ ના ડ્રેસ, તેમના ઘરેણા અને તેમની સંસ્કૃતિ. તેમના લોકગીતો પર આધારિત ડાન્સ, રેડ કાર્પેટ પર વોક કરતા બતાવવામાં આવ્યું હતું. સાથે તલવારબાજી પણ સ્ત્રીઓએ કરી હતી. બંને હાથમાં તલવારથી સુંદર મજાના કરતબ બતાવી પોતાની સંસ્કૃતિની એક રાજપૂત સમાજની છાપ લોકો સુધી પહોંચાડી હતી.
આમંત્રિત વીઆઈપી ગેસ્ટ તરીકે રાજેન્દ્ર સિંહ રાઠોડ (રાજભા), જીયા પરમાર, સાથે ધીરજ પુરોહિત (મિસ્ટર જેસલમેર), કોરિયોગ્રાફર વિશાલ. કિરણ ચૌધરી, (મોડલ) સાથે સાથે કાર્યક્રમના સપોર્ટિંગમાં ફતેસિંહ રાજવટ, લલિત સિંહ રાવ, રાજભા રાઠોડ ફિલ્મના પ્રોડ્યુસર તેઓએ દરેક ભાગ લીધેલ વ્યક્તિને ગિફ્ટ આપી સન્માનિત કર્યા હતા.
હાજર લોકોએ રાજસ્થાની સમાજના ફોક સંગીત પર ઘુમર ડાન્સ જોઈને આફરીન થઈ ગયા હતા. ત્રણ કલાક સુધી આ શોનું આયોજન થયું હતું. આશરે અમદાવાદના 400 લોકોએ આ કાર્યક્રમ માણ્યો હતો અને રાજપૂત સમાજની સંસ્કૃતિને તાળીઓથી વધાવી લીધી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગણપત સિંહ રાવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તમામ કલાકારોને અને તેમના કામને જજ તરીકે યશરાજસિંહ વાઘેલા જી એ જવાબદારી નિભાવી હતી.
તમામ રાજપૂત કલાકારોને તથા કાર્યકર્તા તમામ વ્યક્તિઓને ખૂબ ખૂબ અભિનંદન…