Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદની રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ સામે ડી.ઈ.ઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા

રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ દ્વારા કેહવામાં આવ્યું કે, હવે અમારી પાસે હિન્દી મીડિયમના શિક્ષક નથી.

અમદાવાદ,તા. ૨૩
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલે પરિણામના દિવસે જ વાલીઓના હાથમાં વિદ્યાર્થીઓનું LC આપી દેવામાં આવ્યું હતું અને કહવામાં આવ્યું છે.

રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ દ્વારા કેહવામાં આવ્યું કે, હવે અમારી પાસે હિન્દી મીડિયમના શિક્ષક નથી. જેથી તમારા બાળકને બીજી કોઈ શાળામાં મુકી દેજાે. હાઈસ્કૂલના આવા આદેશથી વાલીઓના માથે તો જાણે આભ તુટી પડ્‌‌યું અને વાલીઓએ સ્કૂલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ વાતની જાણ થતાં રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ સામે ડી. ઈ. ઓ (DEO) દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

 

(જી.એન.એસ)