(રીઝવાન આંબલીયા)
મીતા જાની દ્વારા હંમેશા આવા સફળ આયોજન થતા હોય છે જેમાં જ્યોતિષ અને વાસ્તુને એક અલગ મુકામ તરફ લઈ જવામાં મિતા જાની સાથે મિરલ ફાઉન્ડેશનના ફાઉન્ડર આવી રીતે પ્રોગ્રામ કરતા રહે છે.
અમદાવાદની બીનોરી હોટલમાં જ્યોતિષનો બે દિવસનો મહાકુંભ મેળો યોજાયેલ હતો જેમાં મીતા જાની દ્વારા આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરના જાણીતા જ્યોતિષ ટેરો રીડર અને વાસ્તુના ઘણા બધા વ્યક્તિઓએ આ પ્રોગ્રામમાં પોતાનો હિસ્સો લીધો હતો.
આ સમગ્ર પ્રોગ્રામમાં જે લોકો બેસ્ટ હોય તેમને RADIANCE ICONIC AWARDથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માન કરવા માટે જાણીતા બૉલીવુડ અભિનેત્રી શ્રી નીલમ કોઠારીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેઓના હસ્તે તમામ qualified વ્યક્તિઓનું સન્માન પણ થયું અને એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા.
મીતા જાની દ્વારા હંમેશા આવા સફળ આયોજન થતા હોય છે જેમાં જ્યોતિષ અને વાસ્તુને એક અલગ મુકામ તરફ લઈ જવામાં મિતા જાની દ્વારા ‘મિરલ ફાઉન્ડેશન’ના ફાઉન્ડર આવી રીતે પ્રોગ્રામ કરતા રહે છે. આ સમગ્ર કાર્યક્રમ સફળ પૂર્વક આયોજન માટે એમને ખૂબ ખૂબ અભિનંદન. એક મીડિયા મિત્ર તરીકે અમોને પણ આમંત્રણ હતું. ઘણા બધા વીઆઈપી ગેસ્ટની હાજરીમાં સફળતાપૂર્વક કાર્યક્રમનું આયોજન રહ્યું ફરી એકવાર તમામને ખૂબ ખૂબ અભિનંદન. 🌹🌹 Jayesh Vora