Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

બૂંજેઠા ગામના મુસ્લિમ પરિવારે ક્ષત્રિય સમાજની દીકરીના લગ્નમાં મોસાળું ભર્યું

મુસ્લિમ પરિવાર તરફથી આપવામાં આવેલ આ મોસાળુંમાં ફ્રીજ. ટીવી, કપડા, તેમજ રોકડ રૂપિયા અને ઘરવખરીની સામગ્રી આપવામાં આવી હતી.

નમર્દા,તા.૨૪
નમર્દા જિલ્લાના બૂંજેઠા ગામના મુસ્લિમ પરિવારે ક્ષત્રિય સમાજની દીકરીના લગ્નમાં મોસાળું ભર્યું છે. મુસ્લિમ પરિવારે મામેરું આપીને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

બૂંજેઠા ગામમાં મોટાભાગે ક્ષત્રિય સમાજના લોકોની વસ્તી છે. આ જ ગામમાં અહેમદભાઇ મન્સૂરી અને હસનભાઇ મન્સૂરીનો પરિવાર રહે છે. ત્યારે આ ગામમાં નજીકમાં જ રહેતા જયેન્દ્રસિંહ વાઘેલા સાથે તેઓને ઘર જેવા સંબંધ છે અને જયેન્દ્રસિંહની પુત્રી અંજલિના લગ્નમાં મન્સૂરી પરિવારે મન મૂકીને મામેરું ભર્યું છે.

તિલકવાડા તાલુકાના બૂંજેઠા ગામના મુસ્લિમ પરિવાર તરફથી ક્ષત્રિય સમાજની દીકરીના લગ્નમાં મોસાળું પૂરું પાડી એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું ને આ લગ્નમાં મુસ્લિમ પરિવારના આમંત્રણથી જય શ્રીરામ પરિવારના ગુરુજી શ્રી અશ્વિન પાઠકજી પણ વિશેશ ઉપસ્થિત રહયા હતા.

ઉલ્લેખનીય છે કે, તિલકવાડા તાલુકામા આવેલું બુંજેઠા ગામ જ્યાં મોટે ભાગે ક્ષત્રિય સમાજના લોકોની વસ્તી આવેલી છે. આ જ ગામના અહેમદભાઈ મન્સૂરી અને હસનભાઈ મન્સૂરી નામક મુસ્લિમ પરિવાર રહે છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી બૂંજેઠા ગામે રહેતા હોય અને તેમના જ નજીકમાં રહેતા એક વાઘેલા જ્યેન્દ્રસિંહ કિશોરસિંહ સાથે તેમના ઘર જેવા સંબંધ હોવાથી તેમની દીકરી અંજલિ વાઘેલાને મન્સૂરી પરિવારે પોતાની દીકરી માની હતી. આજ રોજ જ્યેન્દ્રસિંહ વાઘેલાની દીકરીના લગ્ન હતા ત્યારે બૂંજેઠા ગામના મુસ્લિમ મન્સૂરી પરિવાર તરફથી આ દીકરીને મોસાળું (મામેરું) આપવામાં આવ્યું છે.

આ મોસાળુંમાં ફ્રીજ. ટીવી, કપડા, તેમજ રોકડ રૂપિયા અને ઘરવખરીની સામગ્રી મન્સૂરી પરિવાર તરફથી આપવામાં આવી હતી. ત્યારે આ ક્ષણે મુસ્લિમ પરિવાર ભાવુક થયા હતા. મુસ્લિમ પરિવાર તરફથી રાજપૂતની દીકરીને મોસાળું આપવામાં આવતા કોમી એકતાના દ્રશ્યો જાેવા મળ્યા હતા અને ઉપસ્થિત સૌ કોઈ ભાવુક થઈ ઉઠ્‌‌યા હતા.

 

(જી.એન.એસ)