(રીઝવાન આંબલીયા)
Pavra Entertainment Jayesh Pavra : #અજબ_રાતની_ગજબ_વાત #AJAB_RAAT_NI_GAJAB_VAAT
(Film Review Jayesh Vora)
૧૪ નવેમ્બર અમદાવાદ
૧૫ નવેમ્બર મુંબઈ
ગુજરાતની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ જેનું પ્રમોશન બોલીવુડને શરમાવે એવું હતું.
સળંગ 7 તારીખથી લઈને 17 તારીખ સુધી ફિલ્મ પ્રીમિયર અનેક સીટીમાં પાલનપુર, બરોડા, સુરત, ભુજ, રાજકોટ, અમદાવાદ, અમદાવાદ તથા મુંબઈ અનેક જગ્યાએ યોજાઈ ગયું. અમદાવાદ બે વાર એટલે લખ્યું કે, 1500 વ્યક્તિના સમાવેશ માટે થિયેટર બે દિવસ મળ્યા એક સાથે સમાવેશ ન થાય, એટલા થિયેટરો નહીં મળે. આવો રુવાબ આ ફિલ્મનો છે. ફિલ્મ વિશે એટલું બધું લોકોએ લખેલું જ છે કે, એને લખાણ અને પ્રચારની જરૂર હવે નથી. ખાલી તમે ઝલક માણો ફિલ્મ પ્રીમિયરની ગજબની ફિલ્મ છે. મજા પડી જવાની છે ટૂંકમાં લોકોને 11માં મહિનામાં ડિસેમ્બર મહિનાની મજા પડી જશે….
ખુબ વખણાયેલી ફિલ્મ “અજબ રાતની ગજબ વાત” ભારત સહિત અનેક દેશોમાં એક સાથે રીલીઝ થનાર કદાચ આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. મેટ્રો સ્ટેશન પર દરેક લોકોની નજરમાં Producer Pavra Entertainment & Jayesh Pavra, Bhavya Gandhi Aarohi અભિનીત, Prem Gadhavi Killol Parmar દિગ્દર્શિત આ ફિલ્મનુ પ્રમોશન
પ્રેક્ષકોએ અને અનેક કલાકારોએ જેના વખાણ કરીને સોશિયલ મીડીયા ગજવી દિધું છે. તે ફિલ્મ તમે જોવાનું ન ચુકતા. પહોંચી જજો મોજ આવે તેવા થીએટરમાં..!
ચાલો થોડું ફિલ્મ વિશે જાણીએ….
ગુજરાતી ફિલ્મ “અજબ રાતની ગજબ વાત”નું ગ્રાન્ટ પ્રીમિયર યોજાઈ ગયું જે જબરજસ્ત કોમેડી ફિલ્મ છે નોન સ્ટોપ મજા આવશે જ્યારે પણ હું કોઈ સારી ફિલ્મ જોવું તો એક વાક્ય અવશ્ય લખું છું કે, આ ફિલ્મ જલ્દીથી જોઈ આવજો અને જો ના મજા આવે તો જલ્દીથી જુવાન લોકો કોઈ સારા ડોક્ટરને બતાવજો. આ ફિલ્મમાં પણ એવી જ કોમેડીની સાથે આજના નવ યુવાનોને મતલબ 15થી 35 વર્ષના લોકોને ખાસ મજા આવી ગઈ છે. બાકી એ લોકોનો અનુભવ વડીલોએ તો જોવાનો જ છે.
ફિલ્મનો કોઈ હીરો હોય તો એ છે એની વાર્તા જેના માટે પ્રેમ ગઢવી અદિતિ વર્મા અને નિકિતા શાહ ત્રણેયને ખૂબ ખૂબ અભિનંદન આટલી સરસ સ્ટોરી બદલ. ત્યારબાદ કિલ્લોલ પરમાર અને પ્રેમ ગઢવી આ બંનેનું જોરદાર કેમેસ્ટ્રીમાં ડિરેક્શન છે જબરજસ્ત બંનેનું મેચિંગ છે આગળ પણ બંને ખૂબ કામ કરો તેવી આશા.
વાત કરીએ મુખ્ય પાત્ર…ભવ્ય ગાંધી અને આરોહી
ગુજરાતી ફિલ્મને કોઈ કાજોલ જેવી હિરોઈન મળે તો એ આરોહી છે બિલકુલ નેચરલ એક્ટિંગ જબરજસ્ત શબ્દ નાનો પડે એવું કામ છે. ભવ્ય ગાંધી પરફેક્ટ આરોહીની સાથે ટ્યુનિંગમાં કોઈપણ રીતે ઓછું ન આવે એવો અભિનય છે જબરજસ્ત કામ છે. દીપ વૈદ જોરદાર સપોર્ટ રોલમાં છે. મેન કલાકાર જેટલું જ એમનો વર્ક છે જેને જોઈ મજા આવશે. રોલ ગમે તે હોય એ પોતાની સ્ટાઇલથી પોતાનો બનાવી લે છે.
હર્ષ ઠક્કર, રાધિકા બારોટ, ભરત ઠક્કર, નિસર્ગ ત્રિવેદી, મોરલી પટેલ, હિતેશ ઠાકર, ચેતન દૈયા, રોનક કામદાર અને રાજપાલ. આ બધાએ પોતાનું બેસ્ટમાં બેસ્ટ વર્ક આપ્યું છે. દરેકને એક મેસેજિંગ પંચ લાઈન દરેકને આપી છે. એટલે આ બધાના પાત્ર નાના હોવા છતાં યાદગાર બની જાય છે.
વાત કરીએ ફિલ્મની સ્ટોરી વિશે આરોહી લગ્નના દિવસે ભાગી જાય છે અને તેના પ્રેમીને મળવા હોસ્ટેલ પર પહોંચી જાય છે અને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. એનો બોયફ્રેન્ડ લગ્ન કરવાની ના પાડે છે. એવામાં ભવ્ય પણ એના મિત્રની ગર્લફ્રેન્ડ ને લગ્નની ચોરીમાંથી ઉઠાવી લેવા આવે છે કારણ કે, તેના મિત્રના મેરેજ કરાવી શકે. ભૂલથી બીજી ગર્લફ્રેન્ડને ઉઠાવી લાવ હવે આ બધા કેવી રીતે મળશે આરોહીને એનો ઓરીજનલ બોયફ્રેન્ડ મળશે કે, નહીં…? એ તેની સાથે મેરેજ કરશે કે, નહીં..? આ બધી વાતોને જોવા માટે સમજવા માટે ફક્ત એક રાતની સ્ટોરી એટલે કે, “અજબ રાતની ગજબ વાત” અચૂક જોવા જજો…
પ્રોડ્યુસર તરીકે ડોક્ટર જયેશભાઈ પાવરા એન્ડ પાવરા એન્ટરટેનમેન્ટને જબરજસ્ત ફિલ્મ લોકો સુધી પહોંચાડવા માટે ખૂબ ખૂબ અભિનંદન…આટલી સુંદર ફિલ્મ આપણે ગુજરાતી તરીકે ફુલ ફેમિલી સાથે જોવા અચૂક જજો…
ઘણા બધા સિટીમાં પ્રીમિયરો થઈ ગયા આ પહેલી એવી ફિલ્મ હશે જેના સૌથી વધારે પ્રીમિયર થયા હશે. આટલી સુંદર ફિલ્મ વધાવી લેવાની જવાબદારી હવે આપણી છે. બાકી છેલ્લા ઘણા સમયથી આ સ્ટોરી અને આ ફિલ્મો માટે ઘણું બધું લખાઈ ચૂક્યું હવે તમે માણો લખવું નથી.