(Rizwan Ambaliya) (Jayesh Vora)
કાર્યક્રમ ક્લબ એક્ટિવિટી દ્વારા ફાઉન્ડર તન્વી પંડ્યાએ સરસ મજાનું આયોજન કર્યું હતું.
ગઈકાલે એક સુંદર મજાના કાર્યક્રમો આયોજન હતું જેની અંદર ફેશન શો, નચ બલીએ અને હાઉસી જેવા કાર્યક્રમનું આયોજન હતું
કાર્યક્રમની વિગતો એવી છે કે, સૌ પ્રથમ હાલ જે પરિસ્થિતિ છે એને અનુલક્ષીને એક શ્રદ્ધાંજલિ મૌન પાળવામાં આવેલું હતું. ત્યારબાદ પ્રાર્થના કરીને કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ.
એક સરસ મજાની સોસાયટીની બહેનો કે, જેમની તમન્ના ફેશન શોમાં જવાની હોય નચ બલિયેમાં જવાની હોય પણ આવું કોઈ કાર્ય અથવા કોમ્પિટિશનમાં જઈ શકતા નથી એવી વ્યક્તિઓ અહીંયા ભાગ લે અને પોતાની ઈચ્છાઓ પૂરી કરે. સાથે ઇનામો પણ જીતે અને વિનર તરીકે ટ્રોફી પણ લઈને જાય. જે લોકો આ વર્ક કરી નથી શકતા એવી બહેનો આવતી જેવી ગેમ સાથે મનોરંજન મેળવે છે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તમામ ઉંમરની સ્ત્રીઓ પોતાનો શોખ અને ઈચ્છાઓ પૂરી કરે અને ડિપ્રેશન વગર સરસ મજાની લાઈફ જીવે એવા હેતુથી આવા કાર્યક્રમોનું આયોજન થતું હોય છે, મોટી ઉંમરની સ્ત્રીઓને ડાન્સ કરતા અને ઉમંગથી જીવન જીવતા જોવાનો આનંદ કંઈક અલગ હોય. મા દીકરીને સાથે ફેશન શોમાં વોક કરતા જોવાની મજા કઈક અલગ હોય, નાની મોટી ભૂલો થતા થતા કાર્યક્રમ જોવાની મજા પણ કંઈ અલગ જ હોય, અને તો જ કાર્યક્રમ પોતાનો અને ફેમિલીનો લાગે, આવા હેતુથી સફળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
અન્ય મુખ્ય મહેમાન તરીકે ગ્રીસમાં ત્રિવેદી બોલીવુડ હબ, વૈશાલી દેસાઈ, જીયા ટીવી કલાકાર, પદ્મશ્રી વિષ્ણુભાઈ વગેરે આવી ઘણી બધી વ્યક્તિઓ હાજર રહી હતી. આ બધા કલાકારોને પોતાના હાથે સન્માનિત કરી એક સરસ મજાનો માહોલ બનાવવામાં આવ્યો હતો. તમે વીડિયોમાં જોઈ શકશો કે બધી જ બહેનો ખુબ ખુબ એન્જોય કરી રહી હતી, આવા પ્રકારના કાર્યક્રમોની પાછળનો હેતુ જ આ હોય છે, તેને સાર્થક કરવા માટે બહુ ઓછા લોકો આગળ આવે છે, ફરીથી આવા સરસ મજાના કાર્યક્રમ માટે તન્વી પંડ્યાને શુભેચ્છા… 🌹