(Rizwan Ambaliya)
પીવીઆર ખાતે એક જોરદાર ફિલ્મ જોઈ મલ્હાર ભાઈની ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ આ ફિલ્મનો પ્રીમિયર શો હતો. તહેવાર હોવા છતાં તમામ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા.
ફિલ્મની સ્ટોરી એજ ફિલ્મનો હીરો છે જબરજસ્ત સ્ટોરી લખી છે. પ્રેમ ગઢવી સાથે નિકિતા શાહ અને અદિતિ વર્મા. આ ત્રણ જણાએ ભેગા મળીને સ્ટોરીને સુંદર આકાર આપ્યો છે. સિન પ્રમાણે ડાયલોગ જબરજસ્ત લખાયા છે, અબ્બાસ મસ્તાનની જેમ અહીંયા અબ્બાસ અને બે મસ્તાની સાથે મળીને સ્ટોરીને જબરજસ્ત ક્રિએટ કરવામાં આવી છે.
બીજી વાત ડિરેક્શન બાબતે રાહુલ ભોલે અને વિનીત કાનોડીયા. 100 માંથી 101 માર્ક જેવું વર્ક છે પરફેક્ટ બોલીવુડને ટક્કર તેવું. એક ગુજરાતી ફિલ્મ હતી, ‘ડીયર ફાધર’ અને સુભાષભાઈની જબરજસ્ત ફિલ્મ હતી ‘મેરી જંગ’ આ બંને ફિલ્મો ની સાથે કંઈક અંશે.. ટૂંકમાં ચાલુ ફિલ્મ જોતા જોતા બંને ફિલ્મ યાદ આવી ગઈ એટલી ટક્કરનો વર્ક હતું.
ફિલ્મનું મુખ્ય પાત્ર એટલે કે, મલ્હાર ઠાકર પ્રોડ્યુસર તરીકે મેરેજ પછી પહેલી ફિલ્મ બધાને પત્ની ફળે તેમ.. પત્ની સાથે આ ફિલ્મની કેરિયરની નવી ટોચ તરફ જઈ રહ્યા છે.. કોઈપણ જાતના લેબલ વગર આ કલાકાર દરેક પાત્રને બખૂબી ન્યાય આપે તેવી પોઝિશન પર છે. હજુ પણ આગળ એકલે ખભે આવી ફિલ્મોને ઉચકનાર કોઈ વ્યક્તિ હોય તો મલ્હાર ભાઈ🌹ગુજરાતી ફિલ્મનો એક નવો દોર ખરેખર એમણે ચાલુ તો કર્યો પણ નિભાવી પણ રાખ્યો છે, અર્બન ગુજરાતી ફિલ્મનો ડિફરન્સ આવા સમયે દેખાઈ આવે.
ફિલ્મનો બીજો મુખ્ય પાત્ર એટલે કે, યુક્તિ રાંદેરિયા ‘સૈયર મોરી’, ‘કહી દે ને પ્રેમ છે’, ‘વેનીલા આઈસ્ક્રીમ’ અને હવે ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ ચાર ફિલ્મોમાં મેગાસ્ટાર મલ્હાર સાથે બે ફિલ્મ. આ અભિનેત્રી બહુ જ સહજતાપૂર્વક પોતાનું વર્ક કરીને એક અલગ છાપ છોડી દે છે. એમની ડાયલોગ ડિલિવરી કઈક અલગ જ છે.
દર્શન જરીવાલા અને વંદના પાઠક આટલા મોટા અનુભવી કલાકાર છે જે હર હંમેશ છવાયેલા જ હોય. એમના માટે કંઈ પણ લખવા માટે કલમ નાની કહેવાય. પણ નવી પેઢીને ઘણું બધું શીખવાડી જાય. ત્યારબાદ નાના નાના ઘણા બધા પાત્રો છે કોઈ નામ રહી જાય તો પહેલેથી સોરી. પ્રેમ ગઢવી, અર્ચન ત્રિવેદી, નિસર્ગ ત્રિવેદી, પરમેશ્વર, ભાર્ગવ, કૃણાલ ભટ્ટ, પ્રથા ટુકડીયા, ઇલેશ શાહ, ફિરોઝ ઈરાની જેવા પોતાની એક અલગ અદાથી ટીપીકલ જજ નહીં રહેતા પરફેક્ટ લખાણ થયું છે..
મલ્હારની સાથે ભૂમિકામાં એડવોકેટ તરીકે કામ કરતા કલાકાર. વિનીશ જવેરી તેઓ થિયેટર સાથે જોડાયેલા છે હિન્દી ફિલ્મોમાં વર્ક કરેલું છે, પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં આવે છતાં તેમની ભાષા અદાકારી અને ડાયલોગ આ બધું તમને ઘણું બધું શીખવાડી જશે. એક કલાકારમાં શું શું જોઈએ. ખરેખર મજા આવી ગઈ, આગળની જર્ની માટે ખૂબ ખૂબ અભિનંદન તમને પણ..
Film review JAYESH VORA
વાત કરીએ ફિલ્મની પિતા અને પુત્રની વિચારોના મતભેદ અને તેમાંથી એક સુંદર મજાની શરૂઆત ઈમાનદાર પિતાને ફસાવવામાં આવે પછી કોર્ટ ડ્રામા… અને સસ્પેન્સ સાથે અંત સુખ રહ્યો… પણ સુખદ અંત પછી પણ એક ઝાટકો સસ્પેન્સમાં આપ્યો.. જેના માટે ત્રણેય લેખકો જવાબદાર છે.
મ્યુઝિક ફિલ્મ પ્રમાણે પરફેક્ટ.. કોઈપણ જાતનો એક્સ્ટ્રા મસાલો ઉમેર્યા વગર ફિલ્મ પકડાઈ રહે છે. એક સેકન્ડ પણ ફાલતુ બગડતી નથી.. બેશક ફિલ્મ જોવા જવું જ જોઈએ.. થોડા બધા રજાઓનો માહોલ છે નવી નવી ગરમી છે. તો અચૂક અચૂક જલ્દીથી બુક કરી જોઈ આવો. ઘણીવાર એવું બને જોઈ લઈશું ઓટીટી પર જોયા પછી એમ થાય આવી ફિલ્મ મોટા પરદે કેમ ચૂકાઈ ગઈ. આવો અફસોસ ઘણાને ઘણી બધી ફિલ્મોમાં થયો હશે. દાખલા તરીકે ગુલામ ચોર. ચાંદલો. શું આવું બને નહીં અને અફસોસ કરતા પહેલા જલ્દીથી ફિલ્મ જોઈ આવો.
પ્રોડ્યુસર તરીકે જીગર ચોહાણ મલ્હાર જીગર પરમાર જીમી સતીશ દરેકને આટલી સુંદર ફિલ્મ આપવા બદલ અભિનંદન..
🔘ફરી એકવાર ફિલ્મ સાથે સંકળાયેલ તમામ ટેકનિકલ વ્યક્તિઓ સાથે ફિલ્મને ખૂબ ખૂબ અભિનંદન
🔘 Special thanks to Dhruvats Media ધ્રુમિલ શાહ, Karishma Creation પંકજ ખત્રી , શાશ્વત શાહ એ PR અને Mediaની જવાબદારી નિભાવી હતી.