Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

૧૦ લાખના મેમો અંગે પોલીસે કરી સ્પષ્ટતા

(અબરાર એહમદ અલવી)

વિવિઘ વેબ તેમજ પ્રિન્ટ મીડિયામાં ‘હેલમેટ વાયોલેશન માટે ટ્રાફિક પોલીસ દ્વારા અપાયેલ ૧૦ લાખ રૂપિયાના ચલણ’ અંગે છપાયેલ સમાચારો બાબતે સ્પષ્ટતા

અમદાવાદ,તા.૨૬

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સર્વે સમાચાર માધ્યમોને સૂચિત કરવામાં આવે છે કે, ઉપરોક્ત વિષય અંગે ઘણા બધા સમાચાર માધ્યમોમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા યુવકને દસ લાખ રૂપિયાનો મેમો આપવામાં આવેલ છે એ મુજબ દર્શાવતા સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેમાં હકીકત નીચે મુજબ છે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે ઈ-ચલણ જનરેટ કરવામાં આવે છે તે નાગરિકોને SMS દ્વારા જાણ કરવામાં આવે છે અને ચલણ મળ્યાથી ૯૦ દિવસ સુધી જો ચલણની રકમ ભરપાઈ કરવામાંના આવે તો આ ચલણ વન નેશન વન ચલણ પોર્ટલ અંતર્ગત આપોઆપ વર્ચ્યુઅલ કોર્ટમાં તબદીલ થઈ જાય છે.

ઉપરોક્ત હકીકતને ધ્યાનમાં લેતા અને વેરિફાઈ કરતા ટ્રાફિક પોલીસ દ્વારા જે ચલણ આપવામાં આવેલ છે તેની PDF આ સાથે સામેલ છે જેમાં ૫૦૦ રૂપિયાનો જ દંડ દર્શાવેલ છે. આમ ઉપરોક્ત એરર વર્ચ્યુઅલ કોર્ટ સિસ્ટમ દ્વારા થયેલ છે જે અંગે ફરિયાદી શ્રી મેટ્રોપોલિટન કોર્ટ અથવા અત્રેની કચેરીનો સંપર્ક કરી શકે છે.

– નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક (પૂર્વ)ની કચેરી