Safeer News

Breaking News from Ahmedabad

દેશ

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે નોમિનેશન સબમિટ કરવાની છેલ્લી તારીખ ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ છે

નવી દિલ્હી, તા. ૭

બાળક ભારતીય નાગરિક હોવું જાેઈએ અને ભારતમાં રહેતું હોવું જાેઈએ.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આપણા બાળકોની ઉર્જા, નિશ્ચય, ક્ષમતા, ઉત્સાહ અને જાેશની ઉજવણી કરવા માટે દર વર્ષે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP)નું આયોજન કરે છે. બાળક ભારતીય નાગરિક હોવું જાેઈએ અને ભારતમાં રહેતું હોવું જાેઈએ. તેની ઉમર ૧૮ વર્ષ (અરજી/નોમિનેશનની પ્રાપ્તિની છેલ્લી તારીખ સુધી) કે, તેથી વધુ ન હોવી જાેઈએ.

રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર એટલે કે, https://awards.gov.in પર પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર ૨૦૨૫નું નોમિનેશન સબમિટ કરવાની છેલ્લી તારીખ ૧૫.૦૯.૨૦૨૪ છે.

 

(જી.એન.એસ)