Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : ટોરેન્ટ પાવર વિરુદ્ધ લોકોએ વિરોધ નોંધાવ્યો, આવનાર સમયમાં લીગલ રણનીતિ નક્કી કરવામાં આવશે..!

       “આવનાર સમયમાં લીગલ રણનીતિ નક્કી કરવામાં આવશે” : આબેદા પઠાણ

“આગળ લડત ચાલુ રહેશે…ત્યારે સમય સ્થળની જાણકારી આપવામાં આવશે” : ઓઝેફ તીરમીઝી 

અમદાવાદ,તા.૧૬ 

શહેરના જમાલપુર દરવાજા ખાતે ટોરેન્ટ પાવર (Torrent Power)થી પીડિત મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા લોકોએ ટોરેન્ટ પાવર (Torrent Power) દ્વારા લૂંટ ચલાવવામાં આવી રહી છે તેવા આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો હતો.

ટોરેન્ટ પાવર (Torrent Power) દ્વારા વીજ બીલમાં થયેલા ગંભીર વધારાને લઈને Journalist Auzef @Aabeda Pathan દ્વારા પ્રજાના હિતમાં જમાલપુર દરવાજા ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. જેમાં જમાલપુર વિસ્તાર સહિત અમદાવાદના જુદા જુદા વિસ્તારના લોકો પોતાના લાઈટ બિલો લઈને એકત્ર થયા હતા. ટોરેન્ટ પાવરના લાઈટ બિલોમાં અચાનક 30%થી 50 ટકાનો વધારો આવતા તથા ખોટખાપણવાળી કામગીરીને લઈને મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો.

ટોરેન્ટ પાવર (Torrent Power)ના ગ્રાહકોએ પોતાની વેદના ઠાલવી હતી 

ટોરેન્ટ પાવરથી પીડિત લોકોની રજુઆત હતી કે, મહિને 20થી 30 હજારની આવક હોય ત્યારે અચાનક 30થી 50% વધુ બિલો આવવા લાગે તો કઈ રીતે ઘરનું ગુજરાન ચલાવી શકાય..? છેલ્લા બે મહિનામાં આવેલા તમામ બિલો સાથે રાખીને લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ટોરેન્ટ પાવરને સુધારો કરવા માટે રજૂઆત કરી હતી.

પત્રકારો સાથે વાતચીત કરતા પીડિત ગ્રાહકોએ જણાવ્યું હતું કે, આ પહેલા મારું 10થી 12 હજારનું બિલ આવતું હતું જે હવે અચાનક 34,000 થી 64000 સુધીનું આવા માંડ્યું છે. આ કઈ રીતે શક્ય બને..? અન્ય મહિલા ગ્રાહક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, અમારા ઘરની આવક 30000થી વધુ નથી ત્યારે અચાનક 10થી 15 હજાર જેટલું લાઈટ બિલ આવવા માંડ્યું છે. પહેલા ક્યારેય આવું નથી બન્યું ત્યારે આટલી મોંઘવારીમાં આટલું મોટું બિલ અમે કઈ રીતે ભરી શકીએ..? અમારા તમામ પૈસા લાઈટ બિલ ભરવામાં જતા રહે તો અમારું ગુજરાન કેવી રીતે ચાલે..?