Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : પથ્થરકુવા ચમેલીશાહ મસ્જીદ પાસે ઘટાદાર વૃક્ષ ધરાસાઈ…..! સદનસીબે કોઈ જાનહાની નહી

અમદાવાદ,તા.૦૪

આશરે ૧૦૦ વર્ષ જુનું લીમડાનું વૃક્ષ ધરાસાઈ થતા રોડ રસ્તા બંધ કરાયા, આ ઘટનામાં કોઈ પણ જાનહાની થવા પામી નથી. 

લીમડાનું વૃક્ષ મૂળ સમેત ઉખડીને જમીનદોસ્ત થયો હતો.જે બાદ સ્થાનિક લોકોને આ વાતની જાણ થતા સ્થાનિકોએ દુખની લાગણી વ્યક્ત કરી હતી. 

 

શહેરના પથ્થરકુવા ચમેલીશાહ મસ્જીદ પાસે આજે સવારે લગભગ ૧૧ વાગ્યાની આસપાસ આશરે ૧૦૦ વર્ષ જુનું ઘટાદાર વૃક્ષ ધરાસાઈ થતા દોડધામ મચી ગઈ હતી. વિશાળ વૃક્ષ ધરાસાઈ થતા તાત્કાલિક ફાયરની ટીમ સહિત સંલગ્ન ટિમોને જાણ કરવામાં આવી હતી. સદનસીબે  આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.

 

ઉલ્લેખનીય છે કે, મૂળ સમેત ઉખડીને ઘટાદાર વૃક્ષ ધરાસાઈ થતા સ્થાનિકોએ દુખની લાગણી અનુભવી હતી. આ ઘટનામાં 2 બાઈક ઝાડ નીચે ક્ચડાઈ ગઈ હતી તથા ચમેલીશાહ મસ્જીદની દિવાલ તૂટી ગઈ હતી. જયારે એક વ્યક્તિ જેમનુ નામ ઉમરભાઈ છે તેમને ઝાડ પડતા હાથના ભાગે ઈજા થઇ હતી. તેમને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ફાયર બ્રિગેડ સહિત સંલગ્નની ટીમો તથા કારંજ પોલીસ સ્ટેશનનો કાફલો  તાબડતોબ ઘટના સ્થળે પહોંચી જઈ રસ્તો બંધ થઇ જતા કામગીરી હાથ ધરવામાં આવી છે.