અમદાવાદ : “આવો સાથે મળીને જાગૃતતા લાવીએ…” શિર્ષક હેઠળ “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા એક કાર્યક્રમ યોજાયું
મહિલાઓ પર થતા અત્યાચારો સામે લડત આપવા “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા “આવો સાથે મળીને જાગૃતતા લાવીએ, મહિલાઓ પર થતા અત્યાચારો સામે” શિર્ષક હેઠળ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ,તા.૨૧
શહેરના પથ્થરકુવા, અરબ ગલી ખાતે રવિવારના રોજ “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા “આવો સાથે મળીને જાગૃતતા લાવીએ, મહિલાઓ પર થતા અત્યાચારો સામે” શિર્ષક હેઠળ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા અકટીવીસ્ટ, વકીલો, પત્રકારો, ડોક્ટરો, સમાજ સેવકો તથા સમાજમાં પનપતી બદીઓને દુર કરતા બુદ્ધિજીવીઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ”ના પ્રમુખ નઈમભાઈ શેખે તથા હાજર બુદ્ધિજીવીઓએ પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. મહિલાઓ પર થતા અત્યાચારો સામે કેવી રીતે ન્યાયિક લડત આપવી એડવોકેટ ઇમ્તિયાજ ખાન અને શમશાદ ખાન પઠાણે સમજ આપી હતી.
“પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં મીડિયા કર્મીઓએ પણ તેમની વાત મૂકી હતી જેમાં “ઈ-ટીવી”ના રિપોર્ટર રોશન આરા અને “ધ પાવર ઓફ ટ્રુથ”ના જર્નાલીસ્ટ આબેદા પઠાણે પોતાના મંતવ્યો જણાવ્યા હતા. આ કાર્યક્રમમાં મોહમ્મદ હુસેન (મમ્મી) ભાઈએ પણ પોતાની વાત મૂકી હતી.
કાર્યક્રમના અંતે “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ”ના પ્રમુખ નઈમભાઈ શેખે આવનાર તમામ મેહમાનો અને બુદ્ધિજીવીઓનો સ્વાગત કર્યો હતો અને આભાર વ્યક્ત કર્યો હતો.