આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે કારંજ પોલીસ સ્ટેશનના P.I પી.ટી. ચૌધરીએ ખાસ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું અને પોતાના હસ્તે ધોરણ ૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનો સન્માન કરી કૌમી એકતા મેહકાવી હતી.
“દિલથી અપાયેલ શિક્ષણ સમાજમાં ક્રાંતિ લાવી શકે છે.” (મૌલાના અબુલ કલામ આઝાદ)
અમદાવાદ,તા.1/06/2025
શહેરના પટવાશેરી પથ્થરકુવા ખાતે રવિવારના રોજ “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના 200થી વધુ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૯૦ ટકાથી વધુ ગુણ લાવનાર તેજસ્વી તારલાઓને તેમના માતા-પિતા સાથે સર્ટીફીકેટ, ચોપડા, વોટર બેગ તથા લંચબોક્સ આપીને સ્ટેજ પર બોલાવી નવાજવામાં આવ્યા હતા. આ સાથે ૬૦ ટકાથી વધુ ગુણ લાવનાર વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ અને ચોપડાનો સેટ આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હાફીઝ ફઝલુ રેહમાન (ઈમામ અરબ મસ્જીદ)એ કુરાન શરીફનું પઠન કરીને પ્રોગ્રામની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે કારંજ પોલીસ સ્ટેશનના P.I પી.ટી. ચૌધરીએ હાજરી આપીને પોતાના હસ્તે વિદ્યાર્થીઓનો સન્માન કર્યો હતો. ઉપસ્થિત મેહમાનોમાં એડવોકેટ વિજયભાઈ શર્મા (ગુજરાત હાઇકોર્ટ), ડૉ. સલમાન વાય. શેખ (સકસેસ એકેડમી), ડૉ. યાસીન શેખ, એડવોકેટ ઈમ્તિયાઝ ખાન, એડવોકેટ સમીર શેખ, મોહમ્મદ રફીક શેખ (સૌરાષ્ટ્ર ભૂમિ), મોહમ્મદ હુસેન (મમ્મી ભાઈ), શફી ભાઈ ટાયરવાલા, સામાજિક કાર્યકરો, કારંજ પોલીસ સ્ટેશન શાંતિ સમિતિના સભ્યો અને સામાજિક કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી પોતાના હસ્તે વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ અને ચોપડાનો સેટ આપી સન્માન કર્યો હતો.
“પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં મીડિયા પાર્ટનર તરીકે, “સફીર” ન્યુઝ, “પોલીસ ફાઈલ”, “સંજરી એક્ષપ્રેસ”, “મારું મંતવ્ય”, “ધ પાવર ઓફ ટ્રુથ”, “હક કી આવાઝ” તથા “સત્યની ફાઈલ” ન્યુઝ પેપર જોડાયા હતા. સહાયક સંસ્થાઓમાં “અરબ મસ્જીદ ટ્રસ્ટ”, “હઝરત બિલાલ મસ્જીદ ટ્રસ્ટ” અને “હ્યુમાનીટી ફાઉન્ડેશન” પણ જોડાયા હતા.
કારંજ પોલીસ સ્ટેશનના P.I પી.ટી. ચૌધરીએ “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ”ના પ્રમુખ નઈમભાઈ શેખને અભિનંદન આપ્યા હતા. કાર્યક્રમના અંતે “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ”ના પ્રમુખ નઈમભાઈ શેખે આવનાર તમામ મેહમાનો અને વિદ્યાર્થીઓનો સ્વાગત કર્યો હતો અને આભાર વ્યક્ત કર્યો હતો.