“પમીકાવા ફિલ્મ્સ” અને “તન્વી-ગ્રેવીષા પિક્ચર્સ ” બેનર તળે રજૂ થનાર ફિલ્મ “ગૂંચ, જે વગર ગાંઠે ઉકલી ગઈ” ટાઇટલ જ સામાજીક પ્રશ્ર તરફ અંગુલિનિર્દેશ કરે છે
(રીઝવાન આંબલીયા)
સમાજમાં નિવૃત્ત વરિષ્ઠ નાગરિકોની કફોડી હાલત પર પ્રકાશ પાડતા, ખાટલેથી બાંકડે ને બાંકડેથી ખાટલે….. ઠાઠડીની રાહ જોતા વડીલોને એમનું જીવન એમની ઈચ્છા મુજબ જીવવાનું માર્ગદર્શન આપે છે.
બહુ ઓછા સમયમાં ગુજરાતી ફિલ્મ ફલક ઉપર વાર્તા-સ્ક્રિપ્ટ-સંવાદ-લેખક, એક્ટર, ગીતકાર, ગાયક અને ફિલ્મમેકર તરીકે હરણફાળ ભરનાર એટલે “પરાગ પંડ્યા”. “ગૂંચ” એમની નવી ફિલ્મ છે જેનું દિગ્દર્શન જગદીશ સોનીએ કર્યું છે. “પમીકાવા ફિલ્મ્સ” અને “તન્વી-ગ્રેવીષા પિક્ચર્સ ” બેનર તળે રજૂ થનાર ફિલ્મ–“ગૂંચ, જે વગર ગાંઠે ઉકલી ગઈ”
ટાઇટલ જ સામાજીક પ્રશ્ર તરફ અંગુલિનિર્દેશ કરે છે.
ફિલ્મમાં દરેક જનરેશનને સમજાવતી જીવનની ત્રણેય અવસ્થા એટલે કે શૈશવ, યુવાની અને ઘડપણને સરસ રીતે વણી લીધી છે. પણ કથાવસ્તુ સમગ્ર રીતે એક નિવૃત્ત વરિષ્ઠ નાગરિકની સમસ્યા પર નિર્ભર છે.
આજે સમાજમાં નિવૃત્ત વરિષ્ઠ નાગરિકોની કફોડી હાલત પર પ્રકાશ પાડતા, ખાટલેથી બાંકડે ને બાંકડેથી ખાટલે….. ઠાઠડીની રાહ જોતા વડીલોને એમનું જીવન એમની ઈચ્છા મુજબ જીવવાનું માર્ગદર્શન આપે છે. કૉમન તર્ક એ છે કે, આવા વડીલો જે નિવૃત્તી સુધી બીજા માટે જીવ્યા છે એ હવે શા માટે ઠેબાં ખાય..? કેમ એ એમને ગમતું જીવન ના જીવે..? સમાજ એમને એના બંધારણમાં જીવવા કેમ દબાણ કરે..?
એક બહુ જ સીનિયર વડીલ આ બંધનોને તોડીને પોતાના ધારાધોરણ હેઠળ નિવૃત્તિ પછીનો સમય ગાળવાનું શરૂં કરે છે ને એમાં એક અલ્લડ યુવાન યુવતી સાથેની મૈત્રી પાડે છે અને થાય છે કુટુંબમાં “ગૂંચ”. પણ પછી વગર ગાંઠે એ ગૂંચ કેવી રીતે ઉકલી એ માટે સૌએ આ ફિલ્મ જોવી જોઈએ.
નિવૃત્ત વ્યક્તિનો સૌથી મોટો સંઘર્ષ તેની પોતાની થિંક-ટેન્ક સાથે એકલા લડવાનો છે. ઓલ્ડમેન હંમેશા તેની શાણપણ એવી વ્યક્તિ સાથે શેર કરવા માંગતો હતો જે તેને ધ્યાનથી સાંભળે. સેનેજરને નિવૃત્તિ પછી જીવન “અધૂરું” લાગે છે. યુવાન છોકરી તેના માટે સોફ્ટ કોર્નર અને લાઈક વિકસાવે છે. તેની સાથે સુરક્ષિત લાગે છે. તેણી અનુભવે છે કે, વૃદ્ધ વ્યક્તિ ખૂબ જ ઉચ્ચ આઈક્યુ કુશળતા ધરાવે છે. ઓલ્ડમેન તેણીને તેણીની નિવૃત્તિનું આયોજન કરવાનું પણ શીખવે છે જેથી તેણી જ્યારે વૃદ્ધ થાય ત્યારે તેને કોઈ મુશ્કેલી ન પડે. તેઓ તેમની અંગત વિગતોની પણ આપ-લે કરે છે.
ફિલ્મમાં ઘણાં નવાં કન્સેપ્ટ આવરી લેવામાં આવ્યા છે જેમાં દરેક પ્રકારના ઑડિયન્સને કંઈક નવું જરૂર શીખવશે. જેવાં કે,– કસ્ટમર/ક્લાયન્ટ વ્યાખ્યા, “પિગ્મેલીયન” કન્સેપ્ટ, પ્રણયના પ્રકાર, જીવનની એબીસીડી વગેરે.
ફિલ્મમાં આજકાલના યુવાન-યુવતીઓ માટે રોમાન્સને પણ સ્થાન આપ્યું છે પણ ‘ડીસન્ટ’ ! ફિલ્મનું જમાપાસું એના સર્વે કલાકારો છે જેમણે એમના પાત્રને યોગ્ય ન્યાય આપ્યો છે અને તે પણ ઘણા તો હજી આ ક્ષેત્રમાં બીજા-ત્રીજા ડગ માંડી રહ્યાં છે. લયબદ્ધ ગીતોને સંગીત ઉંચાઈ બક્ષે છે.
ટૂંકમાં એક અલગ પ્રકારની જકડી રાખતી ફિલ્મ કહી શકાય. ઑડિયન્સ પ્રસન્ન મુખે થિયેટરમાંથી બહાર નીકળશે એમાં બેમત નથી.
અહેવાલ : (યોગેશ પંચાલ)