Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

અરે બાપ રે.. ગુજરાતની આ ભયાનક ગરમી તો જીવલેણ બની

વિરમગામ રેલવે કોલોની પાસે હીટવેવથી થયું વૃદ્ધનું મોત. અમદાવાદ જિલ્લામાં ગરમીને કારણે રેડ એલર્ટ છે. અમદાવાદ/સુરત/વડોદરા,તા. ૨૪ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ પડી રહ્યો છે. અંગ દઝાડતી ગરમી હવે લોકોના જીવ પણ લઈ રહી છે. વિરમગામમાં ગરમીના લીધે ૭૦ વર્ષીય વૃદ્ધનું…

ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે થરાદની હત્યામાં મોબલીચીંગની કલમો ઉમેરવા માંગ કરી

મોબલીચીંગ કરનાર અખેરાજસિંહ વાઘેલા અને તેઓના સાથીઓ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે અને પોતાને ગૌરક્ષક જણાવે છે. અમદાવાદ,તા.૨૪ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ સીનીયર ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્ય પોલીસ મહાનિદેશક વિકાસ સહાયને રૂબરૂ મળી બનાસકાંઠાના ડીસા-થરાદ હાઈવે ખાતે…

PIB અમદાવાદે ત્રણ નવા ફોજદારી કાયદા પર ‘વાર્તાલાપ’નું આયોજન કર્યું

એડિશનલ ડીજીપી ડો.નીરજા ગોટરુએ નવા ફોજદારી કાયદાઓ અંગેની એક રજૂઆત વિગતવાર શેર કરી હતી અને ત્રણ કાયદાઓ નીચે મુજબ બદલવામાં આવ્યા છે તેના પર પ્રકાશ પાડ્‌‌યો હતો. અમદાવાદ/ગાંધીનગર, તા. ૨૪ પી.આઈ.બી. અમદાવાદએ ગુજરાત નેશનલ લો યુનિવસિર્ટી, ગાંધીનગરના સહયોગથી ૧ જુલાઈ,…

ભીષણ ગરમીથી બચવા એટલું અવશ્ય કરવું જોઈએ જેથી થશે ‘હીટવેવ’થી પોતાનો બચાવ

ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ તાજા ફળો જેમ કે, કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો. આટલી બધી ભયંકર ગરમીમાં ભલેને તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવું…

રાજ્યોમાં પડી રહેલી ભયંકર ગરમીના કારણે આરોગ્ય મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી

નવી દિલ્હી,તા. ૨૩ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ગુજરાત, રાજસ્થાન સહિત દેશના રાજ્યોમાં પડી રહેલી ભયંકર ગરમીના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીમાં તો ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને…

દુનિયા

ગાઝામાં હમાસના ટાર્ગેટ પર હુમલો કરીને ઈઝરાયેલને ત્રણ દેશો દ્વારા જોરદાર ફટકો

નોર્વે, આયર્લેન્ડ અને સ્પેને પેલેસ્ટાઈનને માન્યતા આપવાની જાહેરાત કરી ઈઝરાયેલના વિદેશ મંત્રી ઈઝરાયેલ કાત્ઝે આ દેશોના આ વલણ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. મેડ્રિડ/ઓસ્લો, તા. ૨૨  નોર્વે, આયર્લેન્ડ અને સ્પેન જેવા ત્રણ દેશોએ પેલેસ્ટાઈનને માન્યતા આપવાની જાહેરાત કરી છે….

ચાલુ ટ્રકમાં રમાડાતો હતો જુગાર, અંદરનું ટોળું જોઈને પોલીસ પણ ચોંકી ગઈ

નડિયાદમાં થયો જુગારધામનો પર્દાફાશ ચાલતી આઈસર ટ્રકમાં જુગારનો અડ્ડો ચલાવી જુગાર રમતા ચાલક સાથે કુલ ૪૨ વ્યક્તિઓને પોલીસે રંગેહાથે ઝડપી લીધા હતા. નડિયાદ,તા.૨૧ મહુધા-ડાકોર રોડની ઉંદરા ફાટક પાસેથી પસાર થતી આઈસર ટ્રકને પોલીસે અટકાવી તપાસ કરતા મોટા જુગારધામનો પર્દાફાશ થયો…

માહિતી નિયામકની કચેરી ખાતે કર્મયોગીઓ દ્વારા તા. ૨૧ મે, “આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ કરવાના શપથ લેવાયા

ગાંધીનગર, તા. ૨૧ આજરોજ સવારે ૧૧.૦૦ કલાકે ગાંધીનગર ખાતે માહિતી નિયામકની કચેરીમાં માહિતી નિયામક કે.એલ. બચાણીની ઉપસ્થિતિમાં કર્મયોગીઓ દ્વારા આજે તા.૨૧ મે, “આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ તેમજ કોઈપણ પ્રકારની હિંસાથી દૂર રહેવાના સામૂહિક રીતે શપથ લેવામાં…

મુંબઈ આવી રહેલી અમીરાતની ફ્‌લાઈટ સાથે અથડાતા ૩૬ ફ્‌લેમિંગો પક્ષીઓના મોત

ફ્‌લાઇટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે. વન અધિકારીઓ અને પશુ કાર્યકરોએ મૃત ફ્‌લેમિંગો પક્ષીઓને દૂર કર્યા છે. મુંબઈ, તા. ૨૧ મુંબઈ આવી રહેલી અમીરાતની ફ્‌લાઈટ સાથે અથડાતા ૩૬ ફ્‌લેમિંગો પક્ષીઓના મોત થયા હતા. આ ઘટના સોમવારે રાત્રે ૯…

ગરમીનો હાહાકાર..!!! અમદાવાદમાં ૫ દિવસ રેડ એલર્ટની આગાહી અને અમુક અન્ય જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

આગ ઓકતું આકાશ, અમદાવાદમાં રેડ એલર્ટ નાના બાળકો આગામી ત્રણ થી ચાર દિવસ ઘરમાં રહે તે માતાપિતાને અપીલ કરવામાં આવી છે. અમદાવાદ/ગાંધીનગર, હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, આણંદ, સુરત, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર સહીત અમદાવાદમાં હિટવેવની…