નેતન્યાહુએ અલ જઝીરા પર ઈઝરાયેલની સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો, ઑક્ટોબર ૭ના હમાસના હુમલામાં ભાગ લેવાનો અને ઈઝરાયેલ વિરુદ્ધ હિંસા ભડકાવવાનો આરોપ મૂક્યો હતો.
ઈઝરાયેલ,તા.૦૨
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ન્યૂઝ ચેનલ અલ જઝીરાના પ્રસારણ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જારી કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેતન્યાહૂએ અલ જઝીરાને આતંકવાદી ચેનલ ગણાવી હતી. તેણે કહ્યું કે, હવે તેનું ઇઝરાયેલમાં પ્રસારણ નહીં થાય.
તમને જણાવી દઈએ કે, સોમવારે સંસદે એક કાયદો પસાર કર્યો હતો, ત્યારબાદ આ ચેનલને બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, તેઓ અલ જઝીરાને તરત જ બંધ કરી દેશે. સંસદે અલ જઝીરાના પ્રસારણને રોકવા માટે દેશ માટે માર્ગ સાફ કરતો કાયદો પસાર કર્યા પછી નેતન્યાહુએ આતંકવાદી ચેનલને બંધ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
નેતન્યાહુએ અલ જઝીરા પર ઈઝરાયેલની સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો, ઑક્ટોબર ૭ના હમાસના હુમલામાં ભાગ લેવાનો અને ઈઝરાયેલ વિરુદ્ધ હિંસા ભડકાવવાનો આરોપ મૂક્યો હતો. નેતન્યાહુએ ટિ્વટર પર લખ્યું કે, આતંકવાદી ચેનલ અલ જઝીરા હવે ઈઝરાયેલથી પ્રસારણ નહીં કરે. ચેનલની પ્રવૃત્તિઓને રોકવા માટે નવા કાયદા હેઠળ તાત્કાલિક પગલાં લેવાનો મારો હેતુ છે. ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું કે, તેઓ ન્યૂઝ ચેનલ અલ જઝીરાના પ્રસારણ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી રહ્યા છે.
સંસદે સોમવારે કાયદો પસાર કર્યા પછી, નેતન્યાહૂએ ચેનલને બંધ કરવાનું વચન આપ્યું હતું. આ કાયદો પસાર થયા બાદ સરકાર માટે ઈઝરાયેલમાં અલ જઝીરાનું પ્રસારણ રોકવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. નેતન્યાહુએ અલ જઝીરા પર ઈઝરાયેલની સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો, ઑક્ટોબર ૭ના હમાસના હુમલામાં ભાગ લેવા અને ઈઝરાયેલ વિરુદ્ધ હિંસા ભડકાવવાનો આરોપ મૂક્યો હતો. નેતન્યાહુએ કહ્યું કે, આતંકવાદી ચેનલ અલ જઝીરાનું હવે ઈઝરાયેલમાં પ્રસારણ કરવામાં આવશે નહીં. ચેનલની પ્રવૃત્તિઓને રોકવા માટે નવા કાયદા હેઠળ તાત્કાલિક પગલાં લેવાનો મારો સંકલ્પ છે.
(જી.એન.એસ)