મોબાઈલ ફોનની લત : દીકરાને મોબાઈલ ફોનની એવી લત લાગી કે, પિતાએ ગુસ્સામાં આવીને તેની હત્યા કરી નાખી
આ ઘટના બેંગલુરુના કુમારસ્વામી લેઆઉટ વિસ્તારમાં બની હતી. પિતા, વ્યવસાયે સુથાર, તેમના પુત્રના શૈક્ષણિક પ્રદર્શન અને મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગથી નાખુશ હતા.
(એ.આર.એલ),બેંગલુરુ,તા.૧૭
દીકરાને મોબાઈલ ફોનની એવી તે લત લાગી કે, પિતાએ ગુસ્સામાં આવીને તેની હત્યા કરી નાખી છે. આ ઘટના બેંગલુરુમાં બની હતી. મોબાઈલ ફોનની લત અને અભ્યાસમાં રસ ન હોવાને લઈને થયેલા વિવાદ બાદ પિતાએ છોકરાની હત્યા કરી હતી.
પિતાની ઓળખ રવિ કુમાર તરીકે થઈ છે. તેણે કથિત રીતે તેના પુત્ર તેજસને ક્રિકેટ બેટ વડે માર માર્યો અને તેનું માથું દિવાલ પર પછાડ્યું હતું જેના કારણે તેના શરીર પર ગંભીર આંતરિક ઇજાઓ થઇ હતી અને તેનું મોત નીપજ્યું હતું. તમને જણાવી દઈએ કે, છોકરો નવમા ધોરણમાં ભણતો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બેંગલુરુના કુમારસ્વામી લેઆઉટ વિસ્તારમાં બની હતી. પિતા, વ્યવસાયે સુથાર, તેમના પુત્રના શૈક્ષણિક પ્રદર્શન અને મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગથી નાખુશ હતા. જાણવા મળ્યું છે કે, હુમલો થયો ત્યારે છોકરાની માતા ઘરે હતી.
અહેવાલ મુજબ, અપરાધના દિવસે જ્યારે તેજસે તેના પિતાને તેનો મોબાઈલ ફોન ઠીક કરવાનું કહ્યું ત્યારે તેણે ગુસ્સામાં આવીને ક્રિકેટ બેટ પકડી લીધું અને તેજસને મારવાનું શરૂ કર્યું. એવું કહેવાય છે કે, પુત્રને માર માર્યા બાદ તેણે તેની ગરદન પકડી અને તેનું માથું દિવાલ પર ઘણી વાર માર્યું હતું. આ સમય દરમિયાન તેણે તેના પુત્રને કહ્યું, “તું જીવે કે, મરી જાય, મને કોઈ ફરક નથી પડતો.”
મારને કારણે છોકરો બેભાન થઈ ગયો અને ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. તેજસને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ન હતો. સવારના ૮ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી કેટલાક કલાકો સુધી તેને સતત પીડા થતી રહી. તેના મૃત્યુ પછી જ પિતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા. ૧૫ નવેમ્બરના રોજ ડોક્ટરોએ તેજસને મૃત જાહેર કર્યો હતો.
તમને જણાવી દઈએ કે, આ ઘટના ત્યારે સામે આવી જ્યારે પોલીસને કુમારસ્વામી લેઆઉટ વિસ્તારમાં એક સ્કૂલના છોકરાના શંકાસ્પદ મૃત્યુની માહિતી મળી હતી. ઘરે પહોંચીને પોલીસે જાેયું કે, છોકરાનો મૃતદેહ અગ્નિસંસ્કાર માટે તૈયાર હતો. પરિવારના સભ્યો અંતિમ સંસ્કારની તૈયારીમાં વ્યસ્ત હતા. આ પછી પોલીસે મૃતદેહનો કબજાે મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, છોકરાને તેના માથા પર ગંભીર આંતરિક ઇજાઓ થઇ હતી અને તેના શરીર પર અનેક ઘા હતા, જે દર્શાવે છે કે, તેના પર અગાઉ ર્નિદયતાથી હુમલો કરવામાં આવ્યો હતો.