અમદાવાદ,તા.૧૦
જે વેપારીઓ સાથે ફ્રોડ થયો છે તેમાંથી એક વેપારીનો તો આત્મહત્યા કરવાનો વારો આવી ગયો છે.
શહેરના ઘીકાંટા મોટી હમામ પોળનો ધ્રુવ પટેલ જેણે મોબાઈલના વેપારીઓ સાથે ઘણા સમય સુધી કામ કરી તેમને વિશ્વાસમાં લઇ આખરે કરોડો રૂપિયાનો ફાંદો કરીને ફરાર થઇ ગયો હતો. જે સંદર્ભમાં શાહપુર અને કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઇ હતી પરંતુ આજદિન સુધી આ વ્યક્તિ ઉપર કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી.
કૌભાંડી ધ્રુવ પટેલની વાત કરીએ તો સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેના પિતા રાજકીય વગ ધરાવે છે જેમના નામે તેમનો નબીરો પોલીસને પણ ગાંઠતો નથી અને જાહેરમાં કેહતો ફરે છે કે, મારું કોઈ વાળ પણ વાંકો કરી સકતો નથી. જે વેપારીઓ સાથે ફ્રોડ થયો છે તેમાંથી એક વેપારીનો તો આત્મહત્યા કરવાનો વારો આવી ગયો છે.
“સફીર” ન્યુઝ સાથે વાત કરતા ફેશલ ઉમર ફારુક સીલાવત નામના એક વેપારીએ પોતાની આપવીતી સંભળાવતા કહ્યું હતું કે, “હૂં ધ્રુવ પટેલને ઓનલાઈન મારા ક્રેડીટ કાર્ડથી આઈફોન મોબાઈલ અપાવતો હતો અને બીજી કંપનીના મોબાઈલ જે ઓછી કિંમતના હોય છે તે મોબાઈલ રોકડેથી લઈને આપતો હતો જેના બીલ પણ મારી પાસે છે. ક્રેડીટ કાર્ડથી જે આઈફોન મોબાઈલ અપાવેલા તે મોબાઈલના હપ્તા ન ભરાતા હવે બેન્કના માણસો મારા ઘરે ઉઘરાણી કરવા આવે છે. જેના હિસાબે મારે મારું ઘર પણ વેચી નાખવું પડ્યું અને બેન્કના હપ્તા ભર્યા હવે આજે મારી પરીસ્તિથી એવી છે કે, હૂં અત્યારે ભાડાના ઘરમાં રહું છું. હવે મારી પાસે આત્મહત્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.”
ઉલ્લેખનીય છે કે, ધ્રુવ પટેલે જે વેપારીઓ સાથે ચીટીંગ કરી છે તે લોકો તેના ખાસ મિત્રો હતા જેઓએ આંખ બંધ કરીને તેના પર વિશ્વાસ મુકીને ધંધો કર્યો હતો. ધ્રુવ પટેલનો સંપર્ક કરતા તેણે ફોન ઉપાડવાની તસ્દી પણ લીધી નહી.
(ક્રમશ:)