Safeer News

Breaking News from Ahmedabad

Entertainment મનોરંજન

ઈન્ટરનેશનલ એવોર્ડસ : ‘મહારાજા ફિલ્મ ફેસ્ટીવલ’ મુંબઇમાં યોજાયો

(Rizwan Ambaliya)

મહારાજા ફિલ્મ ફેસ્ટીવલ ઈન્ટરનેશનલ એવોર્ડસ મુંબઇમાં યોજાયો હતો જેમા બોલીવુડ, હોલીવુડ તથા અનેક કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો.

તારીખ 29મી માર્ચે મુંબઇમાં લતા મંગેશકર ઓડીટોરીયમમાં ઈન્ટરનેશનલ મહારાજા ફિલ્મ ફેસ્ટિવલના અંતર્ગત સીઝન-૨ ના અનેક કલાકારો જેમ કે, બોલિવૂડ એક્ટર દિબ્યેન્દુ ભટ્ટાચાર્ય, શિલ્પા કટારીયા સીંગ, અન્જલિકા કરફેય (હોલિવુડ), ઉર્વશી ચૌહાણ (પુષ્પા – ૨), તાન્યા મિશ્રા, સાઈ શ્રી પ્રભાકરન (સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસટ્રીઝ) તથા સિનેમાની દરેક ઈન્ડસ્ટ્રીએંટ્સ જેવી કે, બોલિવૂડ, હોલિવુડ, આર્મેનિયા, ઑસ્ટ્રેલિયા, આફ્રિકા, તમિલ, તેલુગુ, મલયાલમ, કેરાલીઅન, રાજસ્થાની, મરાઠી, બંગાળી, હરિયાણવી, ઓરિસ્સા તથા ગુજરાતના કલાકારો તથા ટેક્નિશિયન્સ, ડાયરેક્ટર્સ, પ્રોડ્યૂસર્સ એક સાથે એક મંચ ઉપર મહારાજા ફિલ્મ ફેસ્ટિવલની ઉજવણી દરમ્યાન ઉપસ્થિત રહ્યા હતા.

દુનિયાનો એક માત્ર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જે ડ્યુઅલ કેટેગરીમાં મહારાજા એવોર્ડસ અને મહારાણી એવોર્ડસનુ આયોજન કરે છે. જેમાં દેશ વિદેશના અનેક કલાકારો ભાગ લઇ ઇન્ટરનેશનલ  ફિલ્મ ફેસ્ટિવલ, રોયલ ફેમિલી ઓફ સિનેમાના ટેગને મુંબઈની ધરતી પર સાર્થક કર્યો છે.

સીઈઓ, ફાઉન્ડર, પ્રેસિડન્ટ મહારાજા નૌશીવકુમાર વર્માનુ સપનુ હતુ કે, દુનિયાની દરેક ફિલ્મ ઈન્ડસ્ટ્રીએંટ્સના કલાકારો આ ફેસ્ટિવલ દરમ્યાન એક સાથે એક મંચ પર એવોર્ડસના કાર્યક્રમમાં ઉજવણી કરે. જે સફળ થયું તથા સંસ્થાના ચેરમેન શ્રી લલિત ઠક્કર અને સેક્રેટરી શ્રી જિગ્નેશ રાઠોડ તથા ઇન્ટરનેશનલ એક્ટર ભાવેશ શ્રીમાળી સાથે ભેગા મળીને એક સફળ એવોર્ડસ શૉનુ આયોજન કરેલ હતું. શૉ દરમ્યાન ભદ્રેશ પાંડવ દ્વારા ગોતી લો મેઝ કિં ગ ગેમિંગ એપનું અદ્દભૂત હાઈટેક પ્રેસેંટેશન આપવામાં આવ્યું, તથા નીઓ – પિક્સેલ ડીની ટીમ તરફ થી શ્રી શશિન પટેલ, શ્રી મૃણાલ શુક્લ, તર્પણ પટેલ તથા એસીપી શ્રી સંજય પાટીલ જેવા મહાનુભવોએ ઉપસ્થિત રહી એવોર્ડસ સમારંભની શોભા વધારી હતી.

આ સાથે મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ સીઝન-૩ની પણ હવે શરૂઆત થઇ ગયેલ છે, જેમાં દેશ વિદેશના કલાકારો અને ફિલ્મ મેકર્સ ભાગ લઇ રહ્યા છે.