ભારતમાં ચલણ તરીકે રૂપિયાનો ઉપયોગ થાય છે. આપણે કોઈપણ વસ્તુ ખરીદવા માટે માત્ર પૈસાનો ઉપયોગ કરીએ છીએ. તેના વિના, કંઈ ઉપલબ્ધ નથી હોતું. તમારી પાસે 10, 20, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટો હશે. ઘણી વખત આપણે આ નોટોને પણ નજીકથી જોઈએ છીએ ? તમે બાજુઓ પર ત્રાંસી રેખાઓ જોઈ હશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ રેખાઓનો અર્થ શું છે?
જો તમે બધી જ નોટોને ખૂબ જ ધ્યાનથી જોઈ હશે તો તમને ખબર પડશે કે પાંચ રૂપિયાથી લઈને બે હજાર રૂપિયા સુધીની નોટોની કિનારી પરની રેખાઓ અલગ-અલગ છે. એટલે કે 2 રૂપિયાની નોટમાં ઓછી લાઈનો અને 2000 રૂપિયાની નોટમાં વધુ લાઈનો હોય છે. તમને જણાવી દઈએ કે આ રેખાઓ નોટની કિંમતના હિસાબે વધઘટ થાય છે. આજે અમે તમને આ રેખાઓ અને તેના અર્થ વિશે જણાવીશું.
રેખાઓ ખૂબ જ વિશિષ્ટ છે
તમને જણાવી દઈએ કે નોટોની બાજુઓ પર બનેલી આ રેખાઓને ‘બ્લીડ માર્કસ’ કહેવામાં આવે છે. આ રેખાઓ ખાસ છે કારણ કે તે દૃષ્ટિહીન લોકો માટે બનાવવામાં આવી છે. જે લોકો નોટોને પોતાની આંખોથી જોઈ શકતા નથી, તેઓ આ રેખાઓ દ્વારા નોટોની કિંમત સમજી શકે છે. જેથી કરીને કોઈ તેમને મૂર્ખ બનાવી ન શકે. અંધ લોકો આ રેખાઓ પર આંગળીઓ ફેરવીને નોટની કિંમત જાણી શકે છે, નોટ 50 રૂપિયાની છે કે 2000 રૂપિયાની.
અંધ લોકોની સુવિધા માટે બનાવવામાં આવેલી આ રેખાઓ દરેક નોટ પર તેની કિંમત પ્રમાણે અલગ-અલગ હોય છે. જો તમે 100 રૂપિયાની નોટ ઉપાડીને તેને જોશો તો તમને તેની બંને બાજુ ચાર લીટીઓ દેખાશે. 200ની નોટમાં પણ ચાર લાઈન હોય છે, પરંતુ તેની સાથે બે શૂન્ય પણ જોડાયેલા હોય છે. જ્યારે પાંચસોની નોટમાં તમને પાંચ લીટીઓ અને બે હજારની નોટમાં સાત લીટીઓ જોવા મળશે. સૌથી મહત્વની બાબત એ છે કે બધી રેખાઓ ઉભી છે. જેથી અંધ લોકો તેને અનુભવી શકે અને નોટની કિંમત સમજી શકે.