(અબરાર એહમદ અલવી)
પરેશ ગોસ્વામીએ રાજ્યમાં 16થી 20 જુન દરમ્યાન વરસાદની આગાહી કરી છે.
Date : 16/06/2025
વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની શરૂઆતને લઇને પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ હોવાથી આવનારા પાંચ દિવસમાં રાજયમાં વરસાદી વાતાવરણ જામશે. પરેશ ગોસ્વામીએ રાજ્યમાં 16થી 20 જુન દરમ્યાન વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.