ઉત્તર પ્રદેશ,તા.૧૨
“જમિયત ઉલેમા-એ-હિંદ”એ ઉત્તર પ્રદેશ સરકારના મદ્રેસાઓ અંગેના તાજેતરના આદેશને ગેરબંધારણીય ગણાવ્યો છે. યુપી સરકારના આ આદેશને લઘુમતીઓના અધિકારોનું ઉલ્લંઘન કરતી કાર્યવાહી તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે. “જમીયત ઉલેમા-એ-હિંદ”એ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના આ આદેશને પાછો ખેંચવાની માંગ કરી છે.
“જમીયત ઉલેમા-એ-હિંદ”ના પ્રમુખ મૌલાના મહમૂદ અસદ મદનીએ પણ સરકારને પત્ર લખ્યો છે. આ પત્ર સરકારના અધિક મુખ્ય સચિવ, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (એનસીપીસીઆર), અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ, લઘુમતી કલ્યાણ, વકફ અને ડાયરેક્ટર લઘુમતી કલ્યાણને લખવામાં આવ્યો છે.
૨૬ જૂનના રોજ, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સના (એનસીપીસીઆર) પત્રવ્યવહારના આધારે, યુપી સરકારે અનુદાન પ્રાપ્ત કરતી અને માન્યતા પ્રાપ્ત મદ્રેસાઓમાં અભ્યાસ કરતા બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓને અલગ કરવા સૂચનાઓ જાહેર કરી હતી. આવા વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં પ્રવેશ આપવા પણ જણાવવામાં આવ્યું છે. તેવી જ રીતે, માન્યતા વિનાના મદ્રેસાના તમામ વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ માટે સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ આપવો પણ કહેવામાં આવ્યું છે.
મૌલાના મહમૂદ અસદ મદનીએ કહ્યું છે કે, સરકારના આ આદેશથી ઉતરપ્રદેશ રાજ્યની હજારો સ્વતંત્ર મદ્રેસાઓ પ્રભાવિત થશે. ઉત્તર પ્રદેશ એક એવું રાજ્ય છે, જ્યાં મોટી સંખ્યામાં સ્વતંત્ર મદ્રેસાઓ ચાલે છે. તેમાં દારુલ ઉલૂમ દેવબંદ અને નદવાતુલ ઉલમાનો પણ સમાવેશ થાય છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ સહિત મદ્રેસામાં બાળકોને તેમના ધર્મના આધારે અલગ કરવાનું નિર્દેશિત કરી શકતું નથી. મૌલાના મહમૂદ અસદ મદનીનું કહેવું છે કે, સરકારનો આદેશ ધર્મના નામે દેશને વિભાજિત કરવાના પગલા સ્વરૂપ છે. આ સવાલ એ પણ મહત્વનો છે કે, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સે સમગ્ર દેશને બદલે માત્ર ઉત્તર પ્રદેશ સરકારને જ સૂચનાઓ કેમ આપી..? શિક્ષણની પસંદગી એ બાળકો અને તેમના માતા-પિતા અને વાલીઓની ઈચ્છાનો વિષય છે. કોઈપણ રાજ્ય, નાગરિકો પાસેથી શિક્ષણ પસંદ કરવાનો અધિકાર છીનવી શકે નહીં.
મૌલાનાએ કહ્યું કે, તે આશ્ચર્યજનક છે કે, એનસીપીસીઆરના અધ્યક્ષ ઇસ્લામિક મદ્રેસાઓમાં અસાધારણ રસ દાખવી રહ્યા છે અને તેમના અધિકારક્ષેત્રની બહારના નિર્ણયો કરી રહ્યા છે. તેઓએ સમજવું જાેઈએ કે, તેમની કાર્યવાહી ભારતીય બંધારણના ભાગ ૩ હેઠળ નાગરિકોને આપવામાં આવેલી બંધારણીય ગેરંટીના ઉલ્લંઘન પર આધારિત છે. મદ્રેસા સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, જ્યાં અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે વિગતવાર વચગાળાનો નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. તેથી કોર્ટની બહાર કોઈપણ નિર્ણય લેવાનું ટાળવું જાેઈએ. તેમણે કહ્યું કે, મદરેસા ભારતીય સમાજના વિવિધ વર્ગોને શિક્ષિત કરે છે. સરકારનો આ આદેશ મદ્રેસાઓની સકારાત્મક ભૂમિકાને કલંકિત કરવાનો પ્રયાસ છે. બંધારણમાં ખાતરી આપવામાં આવી છે કે, ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓ તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી શકે છે. તમે તેને તમારી ઈચ્છા મુજબ પણ ચલાવી શકો છો. મૌલાનાએ કહ્યું કે, સરકારે સમજવું જાેઈએ કે, મદરેસાની અલગ કાયદાકીય ઓળખ અને દરજ્જાે છે. મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯ની કલમ ૧(૫) હેઠળ, ઇસ્લામિક મદ્રેસાઓને મુક્તિ અને માન્યતા આપવામાં આવી છે. તેથી “જમિયત ઉલેમા-એ-હિંદ” માંગ કરે છે કે, ૨૬ જૂન ૨૦૨૪ના સરકારી આદેશને પાછો ખેંચવામાં આવે. NCPCR પત્રને નકારી કાઢવો જાેઈએ.
(જી.એન.એસ)