Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

વિસ્થાપિત લોકોને આશ્રય આપતા ઘર પર ઈઝરાઈલે હવાઈ હુમલો કર્યો, ૨૨ માર્યા ગયા : એક દિવસમાં કુલ ૩૮ મોત

ઈઝરાઈલી ઘેરાબંધી વિસ્તારના એક ભાગ બીટ હનુનમાં ઈઝરાઈલી હવાઈ હુમલામાં પણ ઘણા લોકો માર્યા ગયા છે.

જેરુસલેમ,તા.૧૨
ગાઝા પટ્ટી પર ઈઝરાઈલના હવાઈ હુમલામાં ૩૮ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. સૌથી મોટો હુમલો એન્ક્‌લેવની ઉત્તરી કિનારે બીત લાહિયામાં એક ઘર પર થયો હતો, જેમાં મહિલાઓ અને બાળકો સહિત ૨૨ લોકો માર્યા ગયા હતા. હુમલા પહેલા બહુમાળી ઈમારતમાં ૩૦થી વધુ લોકો રહેતા હતા. હાલમાં અહીં પરિવારના ઘણા સભ્યો ગુમ છે. ઈઝરાઈલી દળોએ મધ્ય ગાઝામાં નુસિરાત શરણાર્થી શિબિર પર હુમલો કર્યો, જેમાં ૭ પેલેસ્ટિનિયન માર્યા ગયા અને અન્ય ત્રણ હુમલાઓમાં ૯ માર્યા ગયા.

ઈઝરાઈલે કમલ અડવાન હોસ્પિટલની નજીક પણ હુમલો કર્યો, જે ગાઝાના ઉત્તરી કાંઠે બેટ લાહિયા અને જબાલિયા શહેરોની વચ્ચે સ્થિત છે. ઈઝરાઈલી ઘેરાબંધી વિસ્તારના એક ભાગ બીટ હનુનમાં ઈઝરાઈલી હવાઈ હુમલામાં પણ ઘણા લોકો માર્યા ગયા છે. તેમની ચોક્કસ સંખ્યા હજુ જાણી શકાઈ નથી. અહીં અનેક લોકો કાટમાળ નીચે ફસાયેલા પણ  છે. આ પહેલા ઈઝરાઈલીઓએ સેન્ટ્રલ ગાઝામાં નુસિરાત કેમ્પમાં એક ઘર પર હુમલો કર્યો હતો. હવાઈ હુમલામાં ૭ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

ગાઝા શહેરમાં બે ઘરો અને ભીડ પર ત્રણ અલગ-અલગ ઈઝરાઈલી હવાઈ હુમલામાં નવ અન્ય લોકો માર્યા ગયા હતા, જેમાં પત્રકાર ઇમાન અલ-શાંતિ, તેના પતિ અને તેમના ત્રણ બાળકોનો સમાવેશ થાય છે, પેલેસ્ટિનિયન નાગરિક કટોકટી સેવાઓ અને ચિકિત્સકોએ જણાવ્યું હતું. માર્યા ગયેલાઓમાં ચાર બાળકો, તેમના માતા-પિતા અને દાદા-દાદી સહિત આઠ જણના પરિવારનો સમાવેશ થાય છે.

 

(એચ.એસ.એલ)