IPL 2024 : ગુજરાત ટાઈટન્સે ટીમની પહેલી ત્રણ મેચ માટેની ટિકિટના ઓનલાઈન અને ઓફલાઈન વેચાણની શરૂઆત કરી દીધી
ફેન્સ આ ત્રણેય મેચની ટિકિટ પેટીએમ એપ, પેટીએમ ઈનસાઈડર વેબસાઈટ અને ટાઈટન્સ એપ પર મેળવી શકશે.
મુંબઈ,તા.૨૧
IPL ૨૦૨૪માં ગુજરાત ટાઈટન્સ પહેલા ફેઝમાં કુલ પાંચ મેચ રમશે, જેમાંથી ત્રણ મેચ હોમ ગ્રાઉન્ડમાં એટલે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. જ્યારે અન્ય બે મેચો અન્ય શહેરમાં રમશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી મેચ ૨૪ માર્ચે, બીજી મેચ ૩૧ માર્ચે અને ત્રીજી મેચ ૪ એપ્રિલે યોજાશે. ગુજરાતનો સામનો ૨૪ માર્ચે મુંબઈ, ૩૧ માર્ચે હૈદરાબાદ અને ૪ એપ્રિલે પંજાબ સામે થશે.
ફેન્સ આ ત્રણેય મેચની ટિકિટ પેટીએમ એપ, પેટીએમ ઈનસાઈડર વેબસાઈટ અને ટાઈટન્સ એપ પર મેળવી શકશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ઊભા કરાયેલ બોક્સ ઓફિસ અને અન્ય આઉટલેટ્સ પર ઓફલાઈન ટિકિટ મળશે. ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરાના ફેન્સ શહેરમાં ઊભા કરાયેલ ઓફલાઈન આઉટલેટથી ફિઝિકલ ટિકિટ મેળવી શકશે. અમદાવાદમાં નવરંગપૂરા, થલતેજ, નરોડા ખાતે આઉટલેટ ઊભા કરવામાં આવ્યા છે.
(જી.એન.એસ)