(રીઝવાન આંબલીયા)
“આઈ એમ મુન” ગુજરાતી ફિલ્મનું ઓફિસિયલ ટ્રેલર પીવીઆર ખાતે લોન્ચ કરવામાં આવ્યુ
શહેરના થલતેજ PVR એક્રોપોલીસ મલ્ટી પ્લેકસ ખાતે ગુજરાતી ફિલ્મ “I AM MOON”નું ઓફિસિયલ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યુ હતું. આ ફિલ્મના પાત્રમાં ચેતન દૈયા, શ્રેય મરાડીયા, આંશી બારોટ, મુખ્ય કલાકાર છે.
નિર્માણ કરનાર રોહીત સરકારની સ્ટોરી રાઇટર, ડાયરેક્ટર અને કો. પ્રોડ્યુસર તરીકેની આ ફિલ્મમાં ત્રણ જવાબદારી છે.
એક નવા જ વિષય સાથેની ફિલ્મ હોવાથી દરેક કલાકારોએ ટ્રેલર બાદ ફિલ્મ વિશે બહુ ઓછું જણાવ્યું હતું. પણ તેઓની વાતચીત મુજબ ફિલ્મ પ્રેમ અને પ્રકૃતિ એ બંનેને મિલાવતી કોઈ અલગ કહાની છે તેવુ આયોજન લાગે છે. ટ્રેલર ઉપરથી ફિલ્મ બહુ જ સરસ રહેશે એવું લાગે છે. તહેવારોની રજાઓ પણ છે. ફિલ્મને ચાલવવામાં દરેક મનોરંજન મસાલો પણ છે. દર્શકોને પણ જરૂર ઈન્તેજાર રહે તેવું લાગે છે. ફિલ્મ સાથે જોડાયેલ તમામ વ્યક્તિ અને ટેકનિકલ સ્ટાર ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
આ ફિલ્મ 22મી ઓગસ્ટ 2024ના રોજ ગુજરાત ખાતેના તમામ સિનેમા ઘરોમાં રજૂ થઈ રહી છે. જેને સિદ્ધાર્થ મોશન ફિલ્મ્સ પ્રસ્તુત કરે છે, સાથે કેપરીકોર્ન ફિલ્મ પ્રોડક્શન હાઉસ પણ જોડાયેલ છે.
લેખિત અને દિગ્દર્શન : રોહિત સરકાર
લેખિત અને દિગ્દર્શન : રોહિત સરકાર
નિર્માતા : દીપક લાલન
કલાકારો : ચેતન દૈયા, શ્રેય મારડિયા, આંશી બારોટ, અતુલ લાખાણી, અમર કુંબાવત, સંજય પટેલ, સોનલ નાયર, ઉષા ભાટિયા, દ્રષ્ટિ શાહ, જે રામી, પ્રતુષા પટેલ……
સહ-નિર્માતા : રોહિત સરકાર
DOP : અમર વ્યાસ
સંગીત અને ગીતો : યુવરાજસિંહ પઢિયાર
પેનોરામા સંગીત રજૂઆત
સંપાદક : કવિર ચૌહાણ
પોસ્ટર ડિઝાઇનઃ વિપુલ પંડ્યા
કોરિયોગ્રાફ રઃ પંકજ પરમાર
ગાયકો : વિવેક રાવ, ધ્વની પરીખ
એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસ : શંકર રબારી
પ્રોડક્શન હેડ : નીતિન બાલાસરા
લાઈન પ્રોડ્યુસર : રોનક નાયક
એસોસિયેટ ડિરેક્ટર : અતુલ શુક્લા
મુખ્ય સહાયક નિર્દેશક : વરુણદવે, મહેશ પ્રજાપતિ
કોસ્ચ્યુમ સ્ટાઈલિશ : હર્ષિદ ગોહિલ
આર્ટ ડિરેક્ટર : અનિલ પંડ્યા
મેકઅપ : બિટ્ટુ જામ
હેરસ્ટાઇલ : સવિતા માત્રોજા
પોસ્ટ પ્રોડક્શન સ્ટુડિયો : એરોમા ફિલ્મ્સ
ડબિંગ સ્ટુડિયો : ક્રિએટિકા 2.0
ઉપરોક્ત તમામ લોકોએ સારી કામગીરી આપી ફિલ્મને સક્સેસ બનાવવા માટે ભાગીદાર રહ્યા છે.