(રીઝવાન આંબલીયા)
રાજ અને ડીકેની જેમ ગુજરાતી જોડી બની ગયેલ જસ્મિત કુમાર અને શૈલેષ ભમ્ભાનીએ અન્ય ૦૩ આગામી પ્રોજેક્ટ સાથે કરી રહ્યા છે
જસ્મિત કુમાર દ્વારા લિખિત અને શૈલેષ ભમ્ભાની દ્વારા દિર્ગદર્શીત હિન્દી હૉરર વેબ સિરીઝ અન્યાશા એક અનકહી અનસુની કહાનીનું ૧૫ જૂન ૨૦૨૪ના રોજ સિનેસ્ટાર મિનિપ્લેક્સ ખાતે ભવ્ય પ્રીમિયર શૉનું આયોજન કરાયું હતું.
વિનોદ ભમ્ભાની, સુરેશ મકવાણા, અને ભરત સોલંકી દ્વારા નિર્મિત આ વેબ સિરીઝમાં ઓડિશન દ્વારા ગુજરાતભરમાંથી નવા કલાકારોને તક આપવામાં આવી હતી. તેમજ મુવીવાલે એન્ટરટેઇન્મેન્ટમાં એકટિંગની તાલીમ લીધેલા નંદિત રાણપુરા, સિદ્ધાર્થ શ્રીમાળી, પિયુષગીરી ગોસ્વામી, હિના મોહોડને લોન્ચ કરવામાં આવ્યા છે.
“અન્યાશા”માં કામ કરી ચૂકેલ કલાકાર હેલી પંચાલ, ભાવિશા ચાવડા, યાશી જોશી, સ્નેહલ ગજ્જર, વિનોદ દાવરા, અનિકેત દરજી, વિજય ક્રિશ્ચન, રિશી સક્સેનાએ આ પ્રીમિયરમાં પોતાની ખાસ હાજરી આપી હતી. સ્વ. કિશનચંદ ભમ્ભાનીની યાદમાં યોજાયેલ આ ઇવેન્ટમાં ઘણા અન્ય મોંઘેરા મેહમાનોએ આ વેબ સિરીઝને નિહાળી હતી.
જસ્મીત કુમાર દ્વારા ૨૦૦૯માં લખાયેલ આ વાર્તાને ઘણીવાર શોર્ટ ફિલ્મ તરીકે બનાવાના યથાર્થ પ્રયત્ન કરેલ પણ કુદરતને કંઈક અલગ રીતે રજૂ કરવાનું મન હશે. પરંતુ ‘કર્મ કરે જા, ફળની ચિંતા ના કર’ માં માનનાર જસ્મીત કુમાર હાર માન્યા વગર ફરી એ જ ખુમારીથી આનું નિર્માણ શરુ કર્યું, જેમાં શૈલેષ ભમ્ભાનીએ થોડા ખરા 5G જનરેશનને મજા આવે એવા ફેરફાર અને અદભુત ક્રિએટિવિટી સાથે પોતાના ડિરેકશનથી આ પ્રોજેક્ટમાં ચાર ચાંદ લગાવી દીધા છે જે કાલે થિયેટરમાં નજર આવતા હતા. લગભગ એક વર્ષની મેહનત અને ઘણી બધી છેતરપિંડીનો ભોગ બન્યા બાદ પણ શૈલેષભાઈ જસ્મીત કુમારના આધારસ્તંભ બની ભાઈની જેમ તન મન અને ધનથી આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. જેમાં ભરત સોલંકીએ અદભુત ફાળો આપ્યો અને તેઓએ સાબિત કરી બતાવ્યું કે, અમે કોઈના રોકવાથી રોકાવાના નથી.
રાજ અને ડીકેની જેમ ગુજરાતી જોડી બની ગયેલ જસ્મિત કુમાર અને શૈલેષ ભમ્ભાનીએ અન્ય ૦૩ આગામી પ્રોજેક્ટ સાથે કરી રહ્યા છે, જેમાં એક ગુજરાતી અર્બન ફિલ્મનું શૂટિંગ પૂરું કરી ચુક્યા છે, અને અન્ય પ્રોજેક્ટ માટે ટૂંક સમયમાં ઓડિશન જાહેર કરશે.
ઓલ્ડ મસ્ક એન્ટરટેઇન્મેન્ટ (OLDMUSK ENTERTAINMENT)ની ઓફિશ્યલ યુટ્યુબ ચેનલ પર “અન્યાશા” વેબ સિરીઝનું મેકિંગ જોઈ શકાય છે. ‘અન્યાશા’ માં બાકી કલાકારો સાથે દેવરાજ સોલંકીના કિરદારને લોકોએ ખુબ વખાણયો અને સૌએ આ વેબ સિરીઝને જલ્દીથી જલ્દી ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર જોવા માટેની આતુરતા જતાવી છે. ફરી એકવાર આ વેબસિરીઝ સાથે જોડાયેલ તમામ વ્યક્તિ ટેકનિકલ સ્ટાફ સાથે બધાને ખૂબ ખૂબ અભિનંદન અને જર રહેલ તમામ મીડિયા મિત્રોનો સહકાર સાથે આભાર માન્યો હતો.
(ફોટોગ્રાફી : જયેશ વોરા)