મુંબઇ,તા.૧૯
“સ્ત્રી ૨” તેની રજૂઆતના બીજા દિવસે, ૩૦ કરોડનું કલેક્શન થયું. ત્યારે પહેલા અને બીજા એમ બે જ દીવસમાં “સ્ત્રી ૨” ની કુલ કમાણી રૂ. ૧૦૦ કરોડથી વધુ થઈ ગઈ છે
શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી સ્ટારર ‘સ્ત્રી ૨’ એ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. દર્શકો આ હોરર કોમેડીની કેટલી રાહ જાેઈ રહ્યા હતા તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, આ ફિલ્મની સામે થિયેટરોમાં સુપરસ્ટાર અક્ષય કુમાર અને જ્હોન અબ્રાહમની ફિલ્મો છે, પરંતુ કમાણીના મામલામાં કોઈ તેની નજીક નથી.
આ ફિલ્મે પ્રથમ દિવસે ભારતમાં કુલ રૂ. ૬૦.૩ કરોડની કમાણી કરી હતી, જ્યારે તેનું કુલ કલેક્શન રૂ. ૭૬.૫ કરોડની આસપાસ રહ્યું હતું. હવે ફિલ્મની બીજા દિવસની કમાણીના આંકડા પણ સામે આવ્યા છે જે દર્શાવે છે કે, બીજા દિવસે પણ ફિલ્મ પર ઘણી કમાણી થઈ છે.
“સ્ત્રી ૨” તેની રજૂઆતના બીજા દિવસે, ૩૦ કરોડનું કલેક્શન થયું. ત્યારે પહેલા અને બીજા એમ બે જ દીવસમાં “સ્ત્રી ૨” ની કુલ કમાણી રૂ. ૧૦૦ કરોડથી વધુ થઈ ગઈ છે, જે આ કેટેગરીની ફિલ્મ માટે નોંધપાત્ર સિદ્ધિ છે. “સ્ત્રી ૨” અને લોંગ વીકએન્ડ વિશે પ્રેક્ષકોમાં ક્રેઝને ધ્યાનમાં લેતા, ટ્રેડ એનાલિસ્ટ્સનું અનુમાન છે કે, સપ્તાહના અંત સુધીમાં તે સરળતાથી રૂ. ૨૦૦ કરોડનો આંકડો પાર કરી જશે. બીજી તરફ “સ્ત્રી ૨” સાથે અક્ષય કુમાર અને તાપસી પન્નુની ‘ખેલ ખેલ મેં’ અને જ્હોન અબ્રાહમની ‘વેદા’ થિયેટરોમાં રિલીઝ થઈ હતી, પરંતુ શરૂઆતના દિવસે શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ સાથે સ્પર્ધા કરવામાં નિષ્ફળ રહી હતી. બે મોટા સ્ટાર્સની ફિલ્મો પછી પણ “સ્ત્રી ૨” પ્રેક્ષકોની વચ્ચે પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહી, જેનું મુખ્ય કારણ દર્શકોની રાહ અને ફિલ્મ વિશે સકારાત્મક સમીક્ષાઓ હતી.
બે દિવસમાં ૧૦૦ કરોડના ક્લબમાં પ્રવેશનારી ફિલ્મોમાં ‘પઠાણ’ બે દિવસમાં – ૧૨૩ કરોડ, ‘એનીમલ’ ૨ દિવસમાં – ૧૧૩.૧૨ કરોડ, ‘જવાન’ ૨ દિવસમાં – ૧૧૧.૭૩ કરોડ, ‘સ્ત્રી’ બે દિવસમાં – ૧૦૬.૫ કરોડ, ‘ટાઇગર ૩’ ૧૦૩.૭૫ કરોડ અને ‘KGF: Part 2’- બે દિવસમાં – ૧૦૦.૭૪ કરોડ કમાણી વાળી ફિલ્મો છે.
અમર કૌશિક દ્વારા દિગ્દર્શિત ‘સ્ત્રી ૨’ માં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ તેમની મૂળ ભૂમિકાઓનું પુનરાવર્તન કરતા જાેવા મળે છે. ફિલ્મમાં ચંદેરી શહેરમાં સિરકાટેની ભયાનકતા જાેવા મળે છે. આ ભયંકર રાક્ષસથી છુટકારો મેળવવા માટે નગરવાસીઓ ફરી એકવાર સ્ત્રી તરફ વળે છે.
(જી.એન.એસ)